WhatsApp પર તમને કોણે કર્યા છે બ્લોક, જાણવા કરો આ ટ્રીક્સનો ઉપયોગ

0
106


હાલ દેશમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપના કરોડો યુઝર્સ છે. વોટ્સએપ એ લોકોનું જીવન ખૂબ સરળ બનાવ્યું છે. હવે તમે એક ક્ષણમાં કોઈ ફોટો, મેસેજ, વીડિયો કે કોલ કરવો હોય તો વોટ્સએપથી કરી શકો છો. વોટ્સએપના માધ્યમથી લોકો સરળતાથી એકબીજા સાથે કનેક્ટ થઈ શકે છે. પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે વોટ્સએપથી તમે સામેની વ્યક્તિને મેસેજ કરો છો પરંતુ તમને રિપ્લાય મળતો નથી. અથવા તો કોઈ વ્યક્તિની ડિસ્પ્લે ફોટો ઘણા સમયથી દેખાતી નથી. તો એવી સ્થિતિમાં બની શકે છે કે સામેની વ્યક્તિએ તમને બ્લોક કર્યા હોય.

વોટ્સએપ પર કોઈએ તમને બ્લોક કર્યા છે કે નહીં તે અંગેની માહિતી અમુક ટ્રીકથી તમે જાણી શકો છો. જો, કોઈ યુઝર્સે પ્રોફાઇલ ફોટો અપલોડ કર્યો છે પરંતુ તમને એ ફોટો દેખાતો નથી તો સમજવાનું કે એ યુઝર્સે તેમને બ્લોક કર્યા છે. જોકે, ઘણી વખત એવું પણ બની શકે છે કે સામેની વ્યક્તિએ તેનો પ્રોફાઇલ ફોટો હટાવી દીધો હોય. તેથી ના દેખાતો હોય. તો એવી સ્થિતિમાં કોઈ અન્ય વોટ્સએપ એકાઉન્ટથી આ અંગે ચેક કરી શકાય છે.

આ સિવાય જો તમે કોઈ યુઝરને મેસેજ મોકલ્યો છે અને તે સેન્ડ પણ થઈ ગયો છે પરંતુ તેમ છતાં પણ સિંગલ ચેક માર્ક દેખાય અને યુઝરને મેસેજ ડિલીવર નથી થઈ રહ્યો તો એનો મતલબ એ છે કે એ યુઝરે તમને બ્લોક કર્યા છે. ઉપરાંત, જો કોઈ યુઝરે તમને બ્લોક કર્યા હશે તો તમે તેણે વોટ્સએપ કોલ પણ નહીં કરી શકો. કોલ કરવા પર રીંગ તો સંભળાશે પરંતુ સામેની વ્યક્તિને કોલ નહીં જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here