USના રાષ્ટ્રપતિને પણ ટક્કર મારે તેવું છે પુતિનનું વિમાન, ફોટા સામે આવતા લોકો ચોંકી ગયા

0
51

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અભેધ્ય કિલ્લા સમાન અમેરિકા પાસેથી રૂપિયા 8,000 કરોડના ખાસ વિમાનને લઈને ચારેકોર ચર્ચા છે. પીએમ મોદીના વિમાનની સરખામણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્દ ટ્રમ્પના એરફોર્સ વન સાથે કરવામાં આવી રહી છે. પરંતુ રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુટિનનું વિમાન વિશે જાણીને દુનિયા આખીને સ્તબ્ધ કરાવી નાખે તેવું છે.

રશિયાના પ્રમુખ પુટિનનું વિમાન કોઇ સેવન સ્ટાર હૉટલને ઝાંખી પાડે એવું છે. આ વિમાન 34 અબજ, 28 કરોડ, 75 લાખ રૂપિયાના ખર્ચે બનેલું છે અને એ ઊડતો મહેલ કહેવાય એવું છે. આ વિમાનમાં મિટિંગ રૂમ, બેડરૂમ, કીચન અને જિમ પણ છે જેથી 38 હજાર ફૂટ ઊંચે પણ પુટિન ઇચ્છે ત્યારે વર્ક આઉટ કરી શકે. આ વિમાનના ટૉયલેટમાં સોનું જડેલું છે.

એના ઇન્ટિરિયરમાં પણ ઠેર ઠેર સોનાની પટ્ટી જડેલી છે. આ વિમાન ચાર હજાર ચોરસ ફૂટમાં વિસ્તરતો એરિયા ધરાવે છે. આ જેટ વિમાનની સૌથી મોટી ખૂબી એ છે કે એ બહારથી એકદમ સાદું સીધું દેખાય છે. કોઇને બહારથી આ વિમાન જોઇને ખ્યાલ સુદ્ધાં ન આવે કે આ સેવન સ્ટાર ઊડતો મહેલ છે.

આ જેટમાં સંદેશ વ્યવહારની લેટેસ્ટ ટેક્નોલોજી મુજબનાં ઉપકરણો લગાડેલાં છે. સિક્યોરિટીની બેસ્ટ વ્યવસ્થા એમાં કરવામાં આવી છે. પરંતુ એની વિગતો જાહેર કરાઇ નથી. આ વિમાન મિસાઇલ અને  બોમ્બ પ્રૂફ હોવાનું પણ કહેવાય છે. એને એરફોર્સ વન નામ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here