સોશિયલ મીડિયા એનાલિટિક્સ ફર્મ Twitteetએ ઓક્ટોબર 2020ના Twitter Engagements રિપોર્ટ બહાર પાડ્યો છે. ટ્વિટિટે પોતાના એન્ગેજમેન્ટ રિપોર્ટ 20 કેટેગરીમાં બહાર પાડ્યો છે. જેમાં રાજકારણ, બોલિવૂડ, જર્નાલિઝમ, બિઝનેસ, આર્ટિકલ્સ અને સ્પોર્ટ્સ સામેલ છે. આ અહેવાલમાં ઓક્ટોબરમાં કેટેગરીના યુઝર્સના એકાઉન્ટ પર એન્ગેજમેન્ટ અંગેની માહિતી આપવામાં આવી છે. આ અહેવાલ મુજબ આરજેડી નેતા તેજશ્વી યાદવનું પ્રદર્શન આશ્ચર્યજનક રહ્યું છે. તેજસ્વી યાદવના એકાઉન્ટનું એન્ગેજમેન્ટ 1.24 મિલિયન હતું, જ્યારે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર (Nitish Kumar)નું ટ્વીટર હેન્ડલ 1,33,879 છે. રાજકારણ કેટેગરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની ટ્વીટર એન્ગેજમેન્ટ સૌથી વધુ 7.2 મિલિયન છે.
કઈ કેટેગરીમાં કોણી મારી બાજી?
* પોલિટિક્સઃ નરેન્દ્ર મોદી, એન્ગેજમેન્ટ- 72,15,913
* બોલિવૂડઃ સોનૂ સૂદ, એન્ગેજમેન્ટ- 24,36,601
* બિઝનેસઃ આનંદ મહિન્દ્રા, એન્ગેજમેન્ટ- 4,08,882
* ક્રિકેટરઃ વિરાટ કોહલી, એન્ગેજમેન્ટ- 24,65,918
* ટીવી સ્ટારઃ સિદ્ધાર્થ શુક્લા, એન્ગેજમેન્ટ- 3,90,901
* રિઝનલ સિનેમાઃ મહેશ બાબૂ, એન્ગેજમેન્ટ- 7,32,964
* લેખકઃ આનંદ રંગનાથન, એન્ગેજમેન્ટ- 5,36,874
પોલિટિક્સઃ ટ્વીટ્ટીટના અહેવાલ મુજબ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 3.5 મિલિયન એન્ગેજમેન્ટ સાથે બીજા નંબરે છે, જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ત્રીજા નંબર પર છે અને ચોથા નંબર પર પ્રિયંકા ગાંધી છે. ટોપ 1- રાજકારણીઓની યાદીમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા 8મા ક્રમે છે. તેની ટ્વીટર એન્ગેજમેન્ટ 1.1 મિલિયન છે, જ્યારે ડોક્ટર કુમાર વિશ્વાસના હેન્ડલ પર 1.2 મિલિયન એન્ગેજમેન્ટ થયું છે.
બોલીવુડ- ઘણી વાર બોલિવૂડની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનાર સોનુ સૂદ વાસ્તવિક જીવનનો હીરો સાબિત થયો છે. તેણે કોરોના સમયગાળા દરમિયાન સામાન્ય માણસની જે રીતે મદદ કરી છે તે એક મિશાલ છે. ટ્વીટર એન્ગેજમેન્ટની વાત કરીએ તો સોનુ સૂદ બોલિવૂડ સ્ટાર્સમાં 2.4 મિલિયન એન્ગેજમેન્ટ સાથે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. શાહરૂખ ખાન 7.3 મિલિયન સાથે બીજા નંબરે છે અને અક્ષય કુમાર 6.72 મિલિયન સાથે ત્રીજા નંબરે છે.