TV Talk : કસૌટી ઝિંદગી કી-2 પર પડદો પડી ગયો

0
107

અભિનેત્રી એરિકા ફર્નાન્ડીસને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી સિરિયલ ‘કસૌટી ઝિંદગી કી’ પર પડદો પાડી દેવામાં આવ્યો છે. એરિકાએ આ બાબતે કહ્યું હતું કે ક્યારેકને ક્યારેક તો આ શો પૂરો થવાનો જ હતો, બે વર્ષમાં અમને આ શોના ઘણાં અનુભવો થઈ ગયા. લોકડાઉન પૂરું થયા પછી મેં તેનું ઘરેથી શૂટિંગ કર્યું હતું અને મારી ગેરહાજરીમાં મારી ડુપ્લિકેટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.

આ રીતે કામ કરવાનું મુશ્કેલ હતું. પરંતુ અમે કામ જારી રાખ્યું હતું. જોકે તેનો સહકલાકાર પાર્થ સમથાન શો છોડવાનો હતો તેથી સિરિયલનો વીંટો વાળી દેવાામાં આવ્યો એવી અફવાઓને રદિયો આપતાં એરિકાએ કહ્યું હતું કે આ શોના નિર્માણગૃહ અને ચેનલે સંયુક્તપણે આ નિર્ણય લીધો હતો. આ વાતને પાર્થ સાથે કોઈ સંબંધ નથી.

બાકી મહામારીના સમયમાં સેટ પર જવાનું પણ ઓછું જોખમી નથી. અભિનેત્રીએ આ બાબતે કહ્યુ ંહતું કે  પહેલા તો મને સેટ પર જતાં જ ડર લાગતો હતો. પણ જ્યારે મને ખાતરી થઈ કે સેટ પર સલામતીના બધા જ પગલાં લેવાય છે ત્યારે હું ત્યાં જવા તૈયાર થઈ હતી, અને હવે આપણને આ વાઈરસ સાથે જ જીવતાં શીખી લેવું પડશે.

હેલી શાહ સુટકેસમાં સમાઈ ગઈ

ટી.વી. સિરિયલો માટે સામાન્ય રીતે એમ કહેવાતું હોય છે કે તેમાં ગમે તે બાબત શક્ય છે. તેમાં મૃત પાત્રો જીવંત થઈ શકે. માણસો નાગ- નાગણ બની શકે અને સગવડતા મુજબ એક જ પાત્ર બે- ચાર વખત પરણી પણ શકે. પરંતુ તાજેતરમાં ‘ઈશ્ક મેં મરજાવાં- ૨’માં જે દ્રશ્ય જોવા મળ્યું તે સોશ્યલ મીડિયામાં મજાકને પાત્ર બન્યું હતું. તદ્દન અતાર્કિક ગણી શકાયએવા આ સીનમાં અભિનેત્રી હેલી શાહ પોતાના ઓરડામાં જતી હોય છે ત્યારે અક્સ્માતે તેનો પગ એક સુટકેસમાં ભરાય છે તેથી તેનું માથું ભીંત સાથે અફળાય છે અને તે ગોથું ખાઈને સુટકેસમાં જઈને પડે છે.

પછીથી ઝીપ મારેલી આ સુટકેસ એક હાઉસકીપિંગ કર્મચારી સ્વીમિંગ પૂલમાં નાખી આવે છે. સોશ્યલ મીડિયામાં આ દ્રશ્યની મજાક ઉડાવતાં નેટિઝનોએ પૂછયું હતું કે જુવાનજોધ હેલી શાહ આ સુટકેસમાં સમાણી શી રીતે? ઘણાં નેટિઝનોએ તેના મેમે બનાવીને પણ મૂક્યાં. આના જવાબમાં હેલી કહે છે કે દૈનિક સિરિયલોમાં બધે બધું તાર્કિક જ હોય એ જરૂરી નથી. કેટલીક વખત રમૂજ ખાતર પણ આવા દ્રશ્યો રચવામાં આવે.

બાકી જ્યાં સુધી મારો સુટકેસમાં સમાઈ જવાનો સવાલ છે ત્યાં સુધી મારી મમ્મીએ પણ મને આ પ્રશ્ન કર્યો હતો. પરંતુ મને પણ એ વાતનું આશ્ચર્ય થયું હતું કે સેટ પર જે સૌથી પહેલી સુટકેસ લાવવામાં આવી તેમાં હું સમાઈ ગઈ અને મારા અંગો વાળીને ૪૫ મિનિટ સુધી હું સુટકેસમાં રહી પણ ખરી. અલબત્ત, બીજે દિવસેમને ગરદનમાં બહુ પીડા થઈ હતી.

મદિરાક્ષી મંડલેને લગીરેય ચિંતા નથી ટાઈપકાસ્ટ થઈ જવાની 

અભિનેત્રી મદિરાક્ષી મંડલે વધુ એક વખત પૌરાણિ સિરિયલનો ભાગ બની છે. છેલ્લે ‘જગ જનની મા વૈષ્ણોદેવી- કહાની માતા રાની કી’ શોમાં દેવી ‘લક્ષ્મી’નું પાત્ર ભજવનાર મદિરાક્ષીએ ‘દેવી પાર્વતી’ના પાત્ર માટે આકાંક્ષા પુરીનું સ્થાન લીધું છે. અંગત કારણોસર આકાંક્ષાએ આ શો છોડયો ત્યારબાદ તેના સ્થાને મદિરાક્ષીને આ ભૂમિકા ભજવવાની તક મળી છે. અભિનેત્રીએ કહ્યુ ંહતું કે આ શોનું શૂટિંગ લીલોતરીથી તરબતર આમગાંવ ખાતે થઈ રહ્યું છે.

આમેય કોરોના વાઈરસના ભયથી બધા છ મહિનાથી ઘરમાં જ પૂરાયેલા હતા. પરંતુ હવે અમને પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા સ્થળે જવાનો મોકો મળ્યો છે. સિરિયલના  બધા કલાકાર- કસબીઓ ત્યાં જ રહેશે. તેમને મહિનામાં એક વખત પોતાના ઘરે જવાની છૂટ આપવામાં આવશે. મારા પતિ પણ કામ કરે છે.

આમ છતાં આમગાંવ ખાતે મારી ધારાવાહિકનું શૂટિંગ ચાલશે ત્યાં સુધી તેઓ ઘર પણ સંભાળશે. વારંવાર પૌરાણિક સિરિયલોમાં કામ કરવાનો પણ મને જરાય વાંધો નથી. અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે અગાઉ મેં ‘જાટ કી જુગની’ જેવા શોમાં પણ કામ કર્યું છે. પરંતુ હવે મને પૌરાણિક શોની ઓફરો જ વધુ આવે છે અને હું તેને માટે ‘તથાસ્તુ’ કહી દઉં છું. ખરું કહું તો મને ટાઈપકાસ્ટ થઈ જવાની જરાય ચિંતા નથી. અંતે તો મને કોઈને કોઈ કામ કરવાનું જ છે.

ગુજરાતી ગૃહિણીના રોલમાં ફિટ સુચિતા ત્રિવેદી

સુચિતા ત્રિવેદી કહે છે કે, ઇન્ડિયા વાલી માં ભૂમિકામાં આવવા માટે ગુજરાતીના મનપસંદ લક્ષણનો ઉપયોગ કર્યો પાત્ર ભજવવા થી લઈને વિચારશીલ બનવા સુધી કે આપણે ઈયાવાલી મા ઉર્ફે સુચિતા ત્રિવેદી છે. આ શોમાં તે નિઃસ્વાર્થ માતાની ભૂમિકા ભજવતી અને પુત્ર રોહન ઉર્ફે અક્ષય ને તમામ અડચણોથી બચાવતી જોવા મળે છે અને  તેની ભૂમિકા દ્વારા દર્શકોને પડદા પર જકડી રાખ્યા છે.

 અભિનેત્રી સુચિતા ત્રિવેદી, જે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં તેમના ભવ્ય કાર્ય માટે જાણીતી છે, તે લાક્ષણિક ગુજરતી માતાની ભૂમિકા ભજવી રહી છે, જે હંમેશાં કેટલાક સ્વાદિષ્ટ ખોરાક રાંઘવા માટે તૈયાર રહે છે અને હંમેશાં સાડી પહેરે છે, શોમાં તે સાડી પહેરેલી જોવા મળી છે અને તેની મચિંગ બગ બધાનું ધ્યાન ખેંચે છે,  ઇન્ડિયા વાલી માની ભૂમિકામાં આવવા વિષે સુચિતા કહે છે કે, ધહું કાકુની ભૂમિકાને ખાસ ચાહું છું, ખાસ કરીને તેના પહેરવેશમાં પ્રવેશવા માટે કારણ કે મેં ગુજરાતી પરિવારમાં લગ્ન કર્યા છે અને હું હંમેશાં સાડીઓની ચાહક છું અને  પરંપરાઝત પહેરચશને પસંદ કરું છું. ગુજરાતી માટે સાડી એ એક ખૂબ જ અગત્યનું લક્ષણ અને સદાબહાર કપડાની  બાબત છે. 

તે આગળ કહે છે, ધફા કૂની ભૂમિકા માટે મેં મારો વિચાર મુકયો, કેમ કે ગુજરાતના લોકો રીસાઇકલિંગમાં માને અને કોઈ પણ વેડફવામાં માનતા નથી. તેથી મેં ડિઝાઇનર કહ્યું કે જો તેણી સાડી સાથે વધેલા ટુકડામાંથી મેચિંગ બેગ બનાવી શકે તો અને તેણીએ એટલું સરસ કામ કર્યું અને મારા માટે એક વિશિષ્ટ છે.ળો બનાવ્યો. જે ઇન્ડિયાવાલી માનું, વધારાની સ્ટાઈલ નું તત્વ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here