TMKOC / તારક મહેતા અને અંજલિ પહેલી વાર થયા રોમાન્ટિક, પ્રેમમાં થયા ઓળઘોળ

0
131

નાના પરદાનો ફેસમ કોમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રોજ બરોજ કોઇ ને કોઇ કિસ્સાને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ શૉ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે, એ પણ નવી અંજલિ ભાભીના કારણે.

  • પહેલી વાર રોમાન્ટિક થયુ કપલ 
  • અંજલિ મહેતાનો રોલ કરે છે સુનયના
  • શૉમાં આવી રોમાન્સની સિઝન

હાલમાં જ આવેલા એક એપિસોડમાં તારક મહેતા અને અંજલિ ભાભી રોમાન્સ કરતા નજરે પડ્યા હતા. તેમના રોમાન્સે દર્શકોને દિવાના બનાવી દીધા છે. તારક અને અંજલિનો રોમાન્સ શૉ પર કદાચ પહેલી વાર જોવા મળ્યો છે. સુનયના અને શૈલેષનો આ વીડિયો સોશ્યલ મિડીયા પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

તારક મહેતા…ના લેટેસ્ટ એપિસોડ બાલાસુબ્રમણ્યને સમર્પિત કરવામાં આવ્યો હતો. આ એપિસોડમાં બતાવવામાં આવ્યુ હતુ કે તારક મહેતા એક સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યાં છે જે રોમાન્ટિક છે. તે દરમિયાન જ મહેતા રોમાન્ટિક થઇ જાય છે અને ગોકુલધામ સોસાયટી વચ્ચે જ તેમની પત્ની એટલે કે અંજલિ સાથે ડાન્સ કરવા લાગે છે. બેકગ્રાઉન્ડમાં બાલા સુબ્રમણ્યમનુ ગીત બહુત પ્યાર કરતે હે તુમકો સનમ વાગે છે. 

જ્યારે મહેતા અને અંજલિ ડાન્સ કરતા હોય છે તો તેમને જોઇને બબિતા અને ઐયર પણ તેમની બાલ્કનીમાં આવી જાય છે અને બંને પણ ડાન્સ કરવા લાગે છે. તે જ સમયે જેઠાલાલ પણ તેમની બાલ્કનીમાં આવે છે અને બબિતાજી માટે ગીત ગાવા લાગે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here