TikTok બાદ ભારતમાં આ એપના સૌથી વધુ દીવાના થયા લોકો, કરોડોમાં થયા યુઝર્સ

    0
    207

    ભારતમાં ટિકટોક સહિત ઘણી પોપ્યુલર ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટિકટોક પર પ્રતિબંધ બાદ ભારતમાં ઘણી શોર્ટ વીડિયો એપ્સ લોકપ્રિય બની. ત્યારે હવે વધુ એક એપ પોપ્યુલર થઈ છે. રોપોસો(Roposo) પહેલી એવી ભારતીય શોર્ટ વીડિયો એપ બની ગઈ છે. જેના ગૂગલ પ્લે સ્ટોર પર 10 કરોડથી વધુ યુઝર્સ બની ગયા છે.

    મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે,‘રોપોસોએ પ્લે સ્ટોર પર શુક્રવારે 10 કરોડ વપરાશકર્તાઓની સંખ્યા ઓળંગી લીધી છે. આ સાથે કંપની ભારતમાં ટોચની શોર્ટ વીડિયો એપ બની ગઈ છે. આ એકમાત્ર એવી શોર્ટ વીડિયો એપ છે જેણે આ સિદ્ધિ મેળવી છે.’ માહિતી મુજબ રોપોસોની માલિકી સોફ્ટબેંકના ભંડોળવાળી ઇનમોબીની છે.

    રિપોર્ટ પ્રમાણે ઇનમોબીના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી નવીન તિવારીએ કહ્યું કે,‘ગ્લાંસ અને રોપોસો સાથે અમારી પાસે ભારતમાં નિર્મિત બે સૌથી મોટા એપ સ્ટેજ છે. આ બંનેની પહોંચ સંયુક્ત રીતે દેશના 40 ટકા સ્માર્ટફોન સુધી છે.’

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here