SRH vs KXIP: નિકોલસ પૂરનની વિસ્ફોટક બેટિંગ, KL રાહુલનો આ રેકોર્ડ તૂટતાં-તૂટતાં બચ્યો

    0
    2

    કિંગ્સ ઈલેવન પંજાબના વિસ્ફોટક બેટ્સમેન નિકોલસ પૂરને માત્ર 17 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી દીધી હતી. તે આઈપીએલ 2020ની અત્યાર સુધીની સૌથી ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પુરને આ કારનામું કરી દેખાડ્યું હતું. એટલું જ નહીં, તે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી આઈપીએલમાં લગાવવામાં આવેલી બીજી સૌથી ફાસ્ટ હાફ સેન્ચુરી પણ છે.

    કેરેબિયન બેટ્સમેન પૂરન એવા સમયે બેટિંગ માટે ઉતર્યો હતો જ્યારે પંજાબની ટીમ શરૂઆતની વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી. પણ દબાણમાં આવ્યા વગર તેણે પોતાના આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે 9મી ઓવર ફેંકનાર અબ્દુલ સમદને બરાબરનો નિશાન બનાવ્યો હતો. તેની ઓવરમાં પૂરને 4 સિક્સ અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. આમ માત્ર 17 બોલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી. સમદની ઓવરમાં 28 રન બન્યા હતા.

    પૂરને 37 બોલમાં 77 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન 5 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. સ્પિનર રાશિદ ખાને પોતાની ફિરકીમાં ફસાવ્યો હતો. જણાવી દઈએ કે, સનરાઈઝર્સ હૈદરાબાદે ગુરુવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ આઈપીએલ 13ની મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબની સામે 202 રનોનું લક્ષ્ય રાખ્યું હતું.

    [wp-story]

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here