SKvSRH: ચેન્નઈ સામે હૈદરાબાદની 7 રનથી વિજય, સનરાઈઝર્સની 4 મેચમાંથી આ બીજી જીત

0
130

દુબઈ ઈન્ટરનેશન સ્ટેડિયમમાં રમાયેલી આજની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્ઝને 7 રનથી હરાવી દીધું છે. હૈદરાબાદે ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પ્રિયમ ગર્ગ અને અભિષેક શર્માની ધમાકેદાર અર્ધશતકીય ભાગીદારીની મદદથી 5 વિકેટ પર 164 રન બનાવ્યા. જવાબમાં ચેન્નઈની ટીમ 5 વિકેટ ગુમાવીને 157 રન જ બનાવી શકી.

આ મેચમાં ઉતરતાની સાથે જ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની IPLમાં સૌથી વધારે 194 મેચ રમનારો ક્રિકેટર બની ગયો. તેમણે ચેન્નઈના સુરેશ રૈનાને પાછળ છોડ્યો જે અંગત કારણોસર IPL નથી રમી રહ્યાં.

સનરાઈઝર્સના શરૂઆતના બેટ્સમેનો નાકામ રહ્યાં બાદ ગર્ગે અણનમ 51 અને અભિષેકે 31 રન બનાવીને 5મી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી. ભારતીય જુનિયર ટીમના કેપ્ટન ગર્ગે 26 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 51 રન બનાવ્યા જ્યારે અભિષેકે 24 બોલમાં 31 રન બનાવ્યા જેમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ હતો. સનરાઈઝર્સે અંતિમ 4 ઓવરમાં 53 રન બનાવ્યા. છેલ્લા ઓવરોમાં ચેન્નઈની નબળી ફિલ્ડિંગનો ફાયદો હૈદરાબાદને મળ્યો. ચેન્નઈએ અભિશેક શર્માને 2 વાર જીવનદાન આપ્યું.

આ મેચમાં હૈદરાબાદને ભૂવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થયા બાદ મોટો ઝટકો લાગ્યો. ભુવનેશ્વર જો જલ્દી પરત નહી ફરે તો હૈદરાબાદ માટે આગામી સમયમાં આઈપીએલમાં કપરા ચઢાણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ચેન્નઈની શરૂઆત ખરાબ રહી અને ત્રીજી ઓવરમાં શેન વોટસન 1 રન બનાવીને ભુવનેશ્વર કુમારને વિકેટ આપી દીધી. તે બાદ આવેલા અંબતિ રાયડૂ પણ કંઈ ખાસ કરી શક્યો નહી અને છઠ્ઠી ઓવરના પહેલા બોલમાં 8 રન બનાવીને આઉટ થયો. આ ઓવરના છેલ્લા બોલ પર ચેન્નઈને વધુ એક ઝટકો લાગ્યો. ફાફ ડુપ્લેલિલિ 19 બોલમાં 22 રન બનાવીને આઉટ થયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here