SBIના ગ્રાહકો માટે ખુશખબર, મિનિમમ બેલેન્સ અને ચાર્જને લઈ લેવાયો આ મોટો નિર્ણય

0
174

પબ્લિક સેક્ટરની દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ મેટ્રો અને રૂરલ એરિયા માટે મિનિમમ બેલેન્સની લિમિટ ઘટાડી દીધી છે. હવે મેટ્રો અને અર્બન સિટીઝ માટે મંથલી એવરેજ બેલેન્સ 3000 રૂપિયા અને રૂરલ એરિયા માટે 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ સાથે મિનિમમ બેલેન્સ ન જાળવવા પર લાગતાં ચાર્જને પણ ઘટાડી દેવામાં આવ્યો છે.

એસબીઆઈના નવા નિયમનો ફાયદો લગભગ 45 કરોડ ગ્રાહકોને મળશે. સામાન્ય રીતે મિનિમમ બેલેન્સ ન જાળવતાં 5-15 રૂપિયાનો ચાર્જ અને જીએસટી અલગથી લાગે છે. એસબીઆઈએ એપ્રિલ 2017માં મિનિમમ એવરેજ બેલેન્સ ચાર્જ લાગુ કર્યો હતો.

મેટ્રો સિટીઝની વાત કરીએ તો મિનિમમ બેલેન્સમાં 50 ટકા ઘટાડવા પર ફાઈન તરીકે 10 રૂપિયા અને જીએસટી લાગશે. જો તેમાં 50-75 ટકાનો ઘટાડો થાય છે તો ચાર્જ 12 રૂપિયા અને જીએસટી લાગશે. જો એકાઉન્ટ હોલ્ડરનું બેલેન્સ 75 ટકાથી વધારે ઘટી જાય છે તો ફાઈન 15 રૂપિયા અને જીએસટી લાગશે.

આ ઉપરાંત 1 ઓક્ટોબરથી ટેક્સ કલેક્ટેડ એટ સોર્સને પણ લાગુ કરવામાં આવ્યો છે. જે હેઠળ એક નાણાકીય વર્ષમાં 7 લાખથી વધારે રેમિટેંસ મોકલવા પર તેને લાગુ કરવામાં આવશે. જો કે, તેમાં એજ્યુકેશન લોન સંબંધી પેમેન્ટ સામેલ નથી. વિદેશ ફરવા જવાના હેતુથી મોકલવામાં આવતાં પૈસા પર ટીસીએસ વસૂલવામાં આવશે. આ રકમ જો સાત લાખ રૂપિયાથી ઓછી હશે તો પણ ટીસીએસ લાગુ પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here