Reliance રિટેલમાં સિંગાપુરની કંપની GIC રૂ.5512 કરોડનું રોકાણ કરશે, બીજી કંપનીઓ પણ તેનો હિસ્સો ખરીદવા તૈયાર

0
150

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ રિલાયન્સ કંપનીમાં GIC 1.22 ટકા હિસ્સો ખરીદી લેવા શોદો થયો છે. કુલ 5512.50 કરોડ રૂપિયામાં ખરીદશે. આ અગાઉ અબુધાબી સ્થિત સાર્વર્ન ફંડ મુબદલા ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ પણ રિલાયન્સ રિટેલમાં 6,247.5 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ રોકાણ સાથે, તે રિલાયન્સ રિટેલ વેંચર્સમાં 1.4 ટકા હિસ્સો પ્રાપ્ત કરશે. રિલાયન્સ રિટેલમાં કુલ રોકાણ 32 હજાર કરોડને પાર પહોંચી ગયું છે. કંપનીએ 7.28 ટકા હિસ્સો વેચીને 32,197.50 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. બીજી કંપનીઓ પણ હિસ્સો ખરીદ કરવા તૈયાર છે.

રિલાયન્સ રિટેલ વેન્ચરનું હાલમાં વેલ્યુએશન 4.28 લાખ કરોડ રૂપિયા છે, જેના પર વૈશ્વિક કંપનીઓ રોકાણ કરી રહી છે. GIC-Reliance ડીલ- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ રિટેલ પરિવાર GICને આવકારવામાં ખૂબ જ ખુશ છે. GIC રિલાયન્સ રિટેલ સાથે વિશ્વભરમાં લાંબા ગાળાના રોકાણના લગભગ ચાર દાયકાના ટ્રેક રેકોર્ડને જાળવી રાખવા માટે ભાગીદારી કરી રહી છે. રિલાયન્સ રિટેલ વિશે જાણો – રિલાયન્સે 2006 માં દેશના સંગઠિત રિટેલ વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. સૌ પ્રથમ, આ કંપનીએ હૈદરાબાદમાં રિલાયન્સ ફ્રેશ સ્ટોર ખોલ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here