RCB vs KKR: આન્દ્રે રસેલની વિકેટ પડતાં જ કોહલી ‘હાશ…ટેન્શન ગયું’ એમ ઝૂમી ઉઠ્યો

0
158

IPLની 13મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરન ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સને 82 રનોથી હરાવી દીધું. આ મેચમાં એબી ડિવિલિયર્સે 73 રનોની અણનમ ઈનિંગ રમી. કેકેઆરનો સ્ટાર બેટ્સમેન આન્દ્રે રસેલ ફરી એકવાર આ મેચમાં ફેઈલ થયો. તે 10 બોલ પર માત્ર 16 રન બનાવીને આઉટ થયો. તેણે બે ચોગ્ગા અને એક સિક્સ લગાવી હતી. પણ જ્યાં સુધી તે ક્રિઝ પર હતો ત્યાં સુધી આરસીબીના કેપ્ટન કોહલી ટેન્શનમાં હતો. પણ રસેલની વિકેટ પડતાં જ કોહલી ઝૂમી ઉઠ્યો હતો અને જશ્ન મનાવ્યો હતો.

રસેલ 13.5 ઓવરમાં ઉડાનાના બોલ પર મોહમ્મદ સિરાજે આઉટ કરીને પેવેલિયન પરત ફર્યો. વિરાટના સેલિબ્રેશનનો વીડિયો શેર કરીને આઈપીએલના ટ્વીટર હેન્ડલ પર લખવામાં આવ્યું કે, લાગણીઓ અને જશ્ન બધું જણાવી દે છે. ઉડાનાએ વિકેટ લીધી અને રસેલ આઉટ થયો. કેકેઆર તરફથી શુભમન ગિલ બેસ્ટ સ્કોરર રહ્યો હતો. તેણે 25 બોલ પર 34 રન બનાવ્યા હતા.

મેચની વાત કરીએ તો, આરસીબીએ પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં બે વિકેટ પર 194 રન બનાવ્યા હતા. વિરાટ અને એબીડી વચ્ચે ત્રીજી વિકેટ માટે 100 રનોની અતૂટ પાર્ટનરશિપ બની. કોહલી 28 બોલ પર 33 રન બનાવીએ નોટઆઉટ પરત ફર્યો. 28 બોલમાં કોહલીએ માત્ર એક ચોગ્ગો લગાવ્યો હતો. આરસીબીના 195 રનોનાં લક્ષ્ય સામે કેકેઆરની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 112 રન બનાવી શકી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here