RBIની સમીક્ષા બેઠક લંબાઈ જતાં બેન્કરોની ચિંતામાં વધારો

0
143

– મહામારી વચ્ચે વર્ષના બાકીના ૬ મહિનાનું નાણાંકીય ચિત્ર જોવામાં બેન્કરો ઉત્સુક

રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં થઈ રહેલી ઢીલથી બેન્કોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ધિરાણ કઈ રીતે વધારવું તથા બેડ લોન્સને કઈ રીતે હાથ ધરવી તે અંગે બેન્કરો મુંઝવણ અનુભવી રહ્યા છે.

એમપીસીની બેઠક જે ૨૯ સપ્ટેમ્બરથી મળવાની હતી તે હાલમાં મોકૂફ રખાઈ છે. બેન્કરો પોતાના લોન્સના  તથા થાપણ દર સામાન્ય રીતે રિઝર્વ બેન્કની સમીક્ષાને આધારે નિશ્ચિત કરતા હોય છે. રિઝર્વ બેન્ક તેની નાણાં નીતિમાં લિક્વિડિટી તથા વ્યાજ દરો માટેનું આઉટલુક દર્શાવતી હોય છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું. 

એમપીસીના બહારી સભ્યોની નિમણૂંક અટકી પડતા રિઝર્વ બેન્કે સમીક્ષા બેઠક મોકૂફ રાખી હોવાનું માનવામાં આવે છે. રિઝર્વ બેન્કની ઓકટોબરની બેઠક મહત્વની ગણવામાં આવે છે કારણ કે, તેમાં વર્ષના બાકીના ૬ મહિના માટે બેન્કિગ વેપારનું ચિત્ર સ્પષ્ટ થાય છે.

લોન્સ મોરિટોરિઅમ ઉપરાંત લોન્સના રિસ્ટ્રકચરિંગ સંદર્ભમાં બેન્કોની શું સ્થિતિ રહી છે તેના પર પણ એમપીસીની બેઠકમાં ચિત્ર જોવા મળવાની બેન્કરોને અપેક્ષા છે. 

કોરોનાની મહામારી વચ્ચે દેશના અર્થતંત્રને ગતિ આપવા રિઝર્વ બેન્કે ભરપૂર માત્રામાં લિક્વિડિટી પૂરી પાડી છે આમ છતાં બેન્કો ધિરાણ પૂરા પાડવામાં ધીમી ગતિએ આગળ વધી રહી છે જે પ્રત્યે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે નારાજગી પણ વ્યકત કરી હતી. 

વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી આરબીઆઈએ રેપો રેટમાં ૧૧૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખી એમપીસીએ રેપો રેટ જાળવી રાખવો જોઈએ અને એકોમોડેટિવ વલણ પણ પકડી રાખવું જોઈએ એમ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)  માની રહ્યું   છે. વિકાસ થાય તે જરૂરી છે પરંતુ હાલની મહામારીના સમયમાં રિઝર્વ બેન્કે ફુગાવો નીચે જાય  ત્યાંસુધી રાહ જોવી રહી એવો સીઆઈઆઈ મત ધરાવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here