તહેવાર ઈફેક્ટ/ ઓટો સેક્ટરમાં ભયંકર મંદી વચ્ચે બજાજે આ બાઈકના ભાવમાં કર્યો વધારો, જાણી લો નવા ભાવ

0
286

બજાજ ઓટો પોતાના પોપ્યુલર બાઇક સેગમેન્ટ પલ્સરના લગભગ બધા વેરિઅન્ટ્સની કિંમતોમાં સામાન્ય વધારો કર્યો છે. જે બાદ બજાજ પલ્સર 125, પલ્સર 150, પલ્સર 150F, પલ્સર 80F,પલ્સર 220F,પલ્સર NS160 અને પલ્સર NS 200ની નવી પ્રોફાઇલ લિસ્ટ જાહેર કરી છે. બજાજે ઓક્ટોબર મહિનામાં પલ્સર સીરીઝની બાઇક્સ સાથે ડોમિનરની કિંમતોમાં પણ સામાન્ય વધારો કર્યો છે. થોડા સમય પહેલા કંપનીએ પલ્સરના શરૂઆતી મોડલમાં 100થી વધુ અને ટોપ મોડલમાં 1000 રૂપિયાથી વધુનો વધારો કર્યો હતો. હવે ફરી આ બાઇક્સના રેટ્સ રિવાઇઝ કરવામાં આવ્યા છે.

બજાજ પલ્સરની અલગ અલગ વેરિયંન્ટસની કિંમતમાં થયો વધારો

આવો જાણીએ કે બજાજ પલ્સર 125 સીસીથી લઇને બજાજ પલ્સર એનએસ 200 સહિત પલ્સર સીરીઝની અન્ય બાઇક્સ હાજર કિંમત કેટલી છે. જાણો નવી કિંમત બજાજ પલ્સરની અલગ-અલગ વેરિયંન્ટ્સની કિંમતોમાં વધારા બાદ બજાજ Pulsar 125 Drumની વેરિઅન્ટની કિંમત 72,122 રૂપિયા થઇ ગઇ છે. જ્યારે Pulsar 125 Disc વેરિઅન્ટની કિંમત હવે 72,122 રૂપિયા થઇ ગય છે. જ્યારે Pulsar 125 Discની કિંમત 76,922 રૂપિયા છે. Pulsar 125 Split Seat Drumની કિંમત 73,274 રૂપિયા છે. જ્યારે પલ્સર 150 Neon વેરિએન્ટની કિંમત 92,627 રૂપિયા છે.પલ્સર 150 સીસી બાઇકની કિંમત 99,584 રૂપિયા છે. પલ્સર 150 Twin Disc મોડલની કિંમત 1,03,482 રૂપિયા છે.

ટોપ મોડલ બાઇકના રેટ વધ્યા

બજાજ પ્લસના મિડ રેંજ અને ટોપ વેરિએન્ટની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્ય છે,જેમાં Pulsar 180F Neon મોડલની કિંમત 1,13,018 રૂપિયા અને Pulsar 220F મોડલની કિંમત 1,23,245 રૂપિયા છે. Pulsar NS160ની કિંમત હવે 1,08,589 રૂપિયા અને પલ્સર NS200 મોડલની કિંમત 1,31,219 રૂપિયા થઇ ગઇ છે,તહેવારની સીઝનમાં બાઇકના વેચણમાં વધારો થાય તેવી શક્યતા છે. લોકડાઉનને કારણે ઓટો સેક્ટરમાં ખુબ મંદી આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here