PUBG Mobile બાદ TikTokની પણ ભારતમાં થશે વાપસી? વાંચો આ રિપોર્ટ

    0
    3

    ભારતમાં છેલ્લા કેટલાક મહિનાથી PUBG મોબાઇલ અને TikTok એ બે લોકપ્રિય એપ્લિકેશન પ્રતિબંધિત છે. ગઈકાલે એટલે કે 12 નવેમ્બરના રોજ દક્ષિણ કોરિયન કંપની PUBG Corporationએ જાહેરાત કરી છે કે કંપની ભારતમાં PUBG MOBIE INDIA શરૂ કરવાની તૈયારી કરી રહી છે. PUBG પછી હવે Tik Tok પણ ભારતમાં પાછા આવી શકે છે. ચાઇનીઝ એપ્લિકેશન Tik Tokને ખાતરી છે કે સરકાર સાથે વાત કરીને આ એપ પરનો પ્રતિબંધ દૂર થઈ શકે છે.

    ટિક ટોક ઇન્ડિયાના હેડ નિખિલ ગાંધીએ ભારતમાં ટિક ટોક કર્મચારીઓને ઇમેઇલ કર્યા છે. આ ઇમેઇલમાં આશા કરવામાં આવી છે કે કંપની ટિક ટોકને પરત લાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. નોંધનીય છે કે ટિક ટોકની પેરેન્ટ કંપની Bytedance હેઠળ ઘણા કર્મચારીઓ હજી ભારતમાં કામ કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટીક ટોક અને હેલો માટે ભારતમાં લગભગ 2000 કર્મચારી છે અને આ અહેવાલ મુજબ, આ વખતે તેમને બોનસ પણ મળ્યું છે. બોનસ ઉપરાંત, આ વર્ષે કંપનીએ તેના કર્મચારીઓના વાર્ષિક કામગીરીની પણ સમીક્ષા કરી છે. એકંદરે, ટિક ટોક પર પ્રતિબંધ હોવા છતાં, કંપનીએ ભારતમાં કર્મચારીઓને જાળવી રાખ્યા છે. કારણ કે કંપનીને આશા છે કે તે ભારતમાં વાપસી કરી શકે છે.

    PUBG India વિશે વાત કરીએ તો, આ વખતે તે કોઈ ચીની કંપની વિના ભારત આવશે. પરંતુ ટિક ટોક સાથે આવું નથી. TikTokએ હજી સુધી ભારતમાં કોઈ જાહેરાત કરી નથી કે તે ભારતની કોઈપણ કંપની સાથે ભાગીદારી કરશે કે નહીં. ટિક ટોક ઇન્ડિયાના વડાએ કહ્યું છે કે, ‘અમે સ્થાનિક કાયદાનું પાલન કરવા કટિબદ્ધ છીએ. આમાં ડેટા સુરક્ષા અને ગોપનીયતા પુનરાવર્તન શામેલ છે. અમારી તરફથી સરકાર સમક્ષ ખુલાસો રજૂ કરવામાં આવ્યો છે. અમે અમારા સમગ્ર સ્ટાફ સાથે અમારા વપરાશકર્તાઓ અને નિર્માતાઓને સમર્પિત છીએ.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here