PM મોદી આજે લોન્ચ કરશે ‘સંપત્તિ કાર્ડ’, ગામડાંની સંપત્તિની આધાર પર મળશે લોન

0
185

ગ્રામ્ય ભારતમાં ફેરફાર માટે મોટા સુધારાના પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમખી ભૂ-સંપત્તિ માલિકોને ‘સ્વામિત્વ’ યોજના હેઠળ સંપત્તિ કાર્ડ વિતરણ કરવાની યોજનાનો શુભારંભ કરશે. આ યોજના હેઠળ લગભગ એક લાખ ભૂ-સંપત્તિ માલિક પોતાના મોબાઈલ ફોન પર SMS પર મળતી લીંકથી સંપત્તિ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. સંબંધિત રાજ્ય સરકાર સંપત્તિ કાર્ડનું ફિઝિકલ વિતરણ કરશે.

આ યોજના હેઠળ 6 રાજ્યોના 763 ગામના લોકોને લભા મળશે. જેમાં ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામો સામેલ થશે. મહારાષ્ટ્રને છોડીને બાકી દરેક રાજ્યોના લાભાર્થી 1 દિવસની અંદર ફિઝિકલ કાર્ડ મેળવી શકશે. જ્યારે મહારાષ્ટ્રમાં આ કાર્ડ મળવામાં 1 મહિનાનો સમય લાગી શકે છે કારણ કે મહારાષ્ટ્ર સરકાર સંપત્તિ કાર્ડ માટે સામાન્ય શુલ્ક લાગૂ કરવાની વ્યવસ્થા કરી રહી છે.

આ યોજનાથી ભૂ-સંપત્તિ માલિક પોતાની સંપત્તિને નાણાંકિય સંપત્તિ તરીકે ઉપયોગ કરી શકશે. તેનો ઉપયોગ લોન વગેરેની અરજી સહિત અન્ય આર્થિક લાભ માટે કરી શકાશે. આ યોજનાનો શુભારંભ કરવાની તકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેટલાંક લાભાર્થીઓ સાથે વાત પણ કરશે.

સરકારના પંચાયતી રાજ મંત્રાલય તરફથી શરૂ કરવામાં આવેલી આ એક ખાસ યોજના છે. તેના વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલ 2020એ જાહેરાત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રેકોર્ડ ઓફ રાઈટ્સ આપવા માટે સંપત્તિ કાર્ડનું વિતરણ કરવામાં આવશે. આ યોજનાની શરૂઆત 4 વર્ષમાં તબક્કાવાર રીતે કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here