Photos: ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર આ અભિનેત્રી ફિલ્મોમાં કંઇ ન ઉકાળી શકી, માતાની કોપીની પડી છાપ

0
143

પટૌડી પરિવારમાં જન્મેલી સોહા અલી ખાનનો જન્મ 4 ઓક્ટોબર 1978માં થયો હતો. સોહા આ વર્ષે પોતાનો 41 મો જન્મદિવસ મનાવવા જઈ રહી છે. સોહા અલી ખાન પટૌડી રાજવંશના નવમા નવાબ મન્સૂર અલી ખાનની પુત્રી છે. સોહાની માતા શર્મિલા ટાગોર 70 – 80 ના દાયકાની ખુબજ સફળ અભિનેત્રી છે. તેનો ભાઈ સૈફ અલી ખાન પણ ફિલ્મોમાં સક્રિય છે. સોહા ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે.

સોહાની મોટી બહેન સબા અલી ખાન જ્વેલરી ડિઝાઇનર છે. સોહાએ તેની સ્કૂલનું શિક્ષણ દિલ્હીની બ્રિટીશ સ્કૂલથી કર્યું હતું. ત્યારબાદ તે લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગઈ હતી.

સોહા ભણવામાં ખૂબ સારી હતી. ત્યારબાદ તેણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધો પર માસ્ટર ડિગ્રી કરી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી સોહાએ બેંકમાં કામ શરૂ કર્યું. તેણે ફોર્ડ ફાઉન્ડેશન અને સિટીબેંકમાં કામ કર્યું છે. જોકે, સોહા ફિલ્મોમાં ખાસ કંઈ ઉકાળી શકી નહી.

વર્ષ 2015 માં સોહાએ તેના બોયફ્રેન્ડ કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા કુણાલે સોહાને 9 કરોડનો ફ્લેટ ગિફ્ટ કર્યો હતો. સોહા અને કૃણાલ ખેમુને એક પુત્રી ઇનાયા છે. સોહા હાલમાં ફિલ્મોથી દૂર છે. સોહાએ ગર્ભાવસ્થા વિશે એક પુસ્તક પણ લખ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here