Paytm બાદ Zomato અને Swiggyનો વારો, આ કારણે Googleએ પાઠવી નોટિસ

0
164

હાલમાં આઈપીએલનો જોશ સમગ્ર દેશમાં દેખાઈ રહ્યો છે. તેવામાં આઈપીએલને લઈ કંપનીઓ કમાણી કરી લેવાની તક ઉઠાવી રહી છે. દેશની લીડિંગ ઓનલાઈન ફૂડ કંપની ઝોમેટો અને સ્વીગીએ પણ આઈપીએલને લઈ એક ઓફર લોન્ચ કરી હતી. પણ ગુગલે બંને કંપનીઓને નોટિસ આપતાં બંને કંપનીઓને આ ઓફર બંધ કરવાની ફરજ પડી છે. સ્વીગી અને ઝોમેટોએ આઈપીએલ દરમિયાન કેશબેક બેઝ્ડ સ્કીમ ચલાવી હતી. જે ગુગલ પ્લે સ્ટોરના નિયમ વિરુદ્ધ હોવાને કારણે નોટિસ આપવામાં આવી છે.

ઝોમેટોએ પોતાના પ્લેટફોર્મ પર ઝોમેટો પ્રીમિયર લીગ શરૂ કરી હતી, જ્યારે સ્વીગીએ મેચ ડે મેનિયા નામની ઓફર આપી હતી. ઝોમેટોના પ્રવક્તાએ ગુગલે નોટિસ પાઠવી હોવાનો સ્વીકાર કર્યો હતો. સાથે જ કહ્યું હતું કે, ગુગલ દ્વારા પાઠવવામાં આવેલી આ નોટિસ અનુચિત છે. પણ અમારી કંપની નાની છે. અને અમે ગુગલના નિયમોનું પાલન કરી રહ્યા છીએ. આ સાથે તેઓએ કહ્યું કે, ઝોમેટો પ્રીમિયર લીગને હટાવી રહી છે. તો સ્વીગીએ પોતાના પ્લેટફોર્મ પર મેચ ડે મેનિયા ઓફરને પણ રોકી દીધી છે. અને હાલ ગુગલ સાથે આ મામલે ચર્ચા કરી રહી છે.

અગાઉ પેટીએમને પ્લે સ્ટોર પરથી હટાવી હતી

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુગલ તરફથી પેટીએમની સાથે જ પેટીએમ ફર્સ્ટ ગેમ્સને ગુગલ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી. ગુગલે કહ્યું હતું કે, પેટીએમએ કંપનીની પોલિસીનું ઉલ્લંઘન કર્યું છે. સાથે જ ગુગલે પેટીએમ પર સટ્ટાબાજી અને જુગાર જેવી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. જો કે એક દિવસ બાદ પેટીએમની ફરીથી ગુગલ પ્લે સ્ટોર પર વાપસી થઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here