OMG / માતાએ દીકરીના બેડરૂમમાં કેમેરા લગાવ્યો હતો, પછી જે જોવા મળ્યું તે જોઈ રૂંવાડા ઊભા થઈ ગયા

    0
    3

    બધાં જ પેરેન્ટ્સ પોતાના બાળકોના રૂમમાં કેમેરા નથી લગાવતા, પરંતુ ચાર બાળકોની માતા એશ્લે લિમેયે કેમેરા એટલે ખરીદ્યો હતો કારણ કે, એ તેના બાળકો પર નજર રાખવા માંગતી હતી. પછી કેમેરામાં તેણે જે જોયું, તે જોઈ તેના રૂંવાડા ઊભા થઈ ગયા.

    એશ્લે અમેરિકાના મિસિસિપી રાજ્યના એક નાના શહેરમાં તેના પતિ અને ચાર બાળકો સાથે રહે છે. તેના બાળકો ક્યારેય શાંતિથી બેસી શકતા નથી, આખો દિવસ મસ્તી કરે છે, હાઈડ એન્ડ સીક રમે છે, તો ક્યારેક રમકડા રમે છે અને ક્યારેક મેક-અપ કરે છે. ઘણી વખત બાળકો દિવસમાં દસ મિનિટ પણ આરામ નથી કરતા અને આખા ઘરમાં દોડધામ કરતા હતા. પરંતુ એશ્લેની સૌથી મોટી સમસ્યા બાળકોની મસ્તી નહોતી. પરંતુ તેની ચાર વર્ષની દિકરીને એવી બીમારી છે કે, જેમાં સમયાંતરે વાઈ આવે છે. જે જીવલેણ તો નથી પરંતુ તેના પર નજર રાખવું જરૂરી છે. આ જ કારણથી એશ્વે એવું કંઈક શોધી રહી હતી, જેથી તેનું કામ સરળ થઈ જાય. 

    એશ્લે એક હોસ્પિટલમાં સાંજની શિફ્ટમાં રિસર્ચરનું કામ કરે છે, જેથી તે દીકરીનું ધ્યાન રાખી શકતી નથી, જોકે, તેનો પતિ પણ ધ્યાન રાખી શકતો હતો પરંતુ એશ્લેનું મન માન્યું નથી. જેથી તેણે બ્લેક ફ્રાઈડે સેલમાં રિંગ સિક્યોરિટી સિસ્ટમ કેમેરા સારાં ડિસ્કાઉન્ટ પર ખરીદી લીધું. જોકે એ બાદ પણ તેની પરેશાની ઓછી થઈ નહીં.

    ત્યારબાદ એક અજીબ ઘટના બની, 4 ડિસેમ્બરે જ્યારે 8 વર્ષની એલિસાને બહેનના બેડરૂમમાંથી અજીબ અવાજ સંભળાયો. તો તે અંદર ગઈ તો તેને એવો અવાજ સંભળાયો કે તે ડરી ગઈ. એ જ સમયે એક અજાણ્યા અવાજે તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું. હેલ્લો, કોઈ માણસનો અવાજ આવ્યો. એલિસા હેરાન થઈ ગઈ હતી. તેણે પહેલાં આવો અવાજ નહોતો સાંભળ્યો અને તેને સમજાઈ નહોતું રહ્યું કે આ અવાજ ક્યાંથી આવી રહ્યો છે. તેણે આખા રૂમમાં જોયું પરંતુ તેને કંઈ સમજાયું નહીં. 

    અચાનક એ અજાણ્યા અવાજથી બૂમો સંભળાવા લાગી અને તે જેમ તેમ કહેવા લાગ્યો. પછી એલિસાથી સહન ન થયું તે તેણે કહ્યું શું બોલી રહ્યાં છો. મને બરાબર સંભળાઈ નથી રહ્યું. જોકે, આ ડરામણો અનુભવ એટલો ખરાબ હતો કે તમે વિચારી પણ નહીં શકાત. પછી અચાનક કેમેરામાંથી કોઈ ડરામણી ફિલ્મના ગીતનું મ્યુઝિક સંભળાવા લાગ્યું. જે બાદ એલિસા ખૂબ જ ડરી ગઈ. 

    પછી હેકરે એલિસાને તેની માતાનું મજાક ઉડાવવા અને તેને અપશબ્દો કહેવાનું કહ્યું. એલિસા રડવા લાગી. પછી કેમેરામાંથી અવાજ આવ્યો. અરે દીકરી મારી સાથે વાત કર. એલિસાએ રડતા રડતા કહ્યું- મમ્મી તમે બોલી રહ્યાં છો તો હેકરે અજીબ જવાબ આપતા કહ્યું-હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું. તારે જે કરવું હોય તૂ કરી શકે છે, ટીવી તોડી દે, જે મનમાં આવે તે કર. અલિસાએ ફરી પૂછ્યું, તમે કોણ છો. 

    બસ પછી કેમેરામાંથી અવાજ આવ્યો હું તારો કાળ છું. તો એલિસાએ જોરથી બૂમ પાડી અને કહ્યું મને નથી ખબર તમે કોણ છો અને દોડીને રૂમમાંથી બહાર જતી રહી. તેના માતા પિતાને પહેલાં સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે, પછી એશ્વેને તેના પતિએ ફોન કર્યો, તે પણ ડરી ગયો હતો. પછી તેના પતિએ પૂછ્યું કે તે બાળકો સાથે મજાક તો નથી કરી રહી તો એશ્લેએ કહ્યું એવું કંઈ નથી. પછી એશ્લેએ રિંગ એપમાં જોયું અને સમજી ગઈ કે બેડરૂમનો અવાજ તેના પતિનો નથી. તે કામ છોડીને તરત જ ઘરે આવી અને રિંગ કંપનીને ફોન કર્યો જેથી ત્યાંથી કોઈ મદદ મળી શકે. 

    એશ્લે વિચારમાં પડી ગઈ કે હેકર શું ઈચ્છે છે. પછી તેણે બેડરૂમમાંથી કેમેરા હટાવી દીધો પણ હેકર પાસે અન્ય ઘણી વસ્તુઓ હતી. પછી રિંગ કંપનીએ ઈમેલનો જવાબ આપ્યો. જોકે, પછી ત્રણ દિવસ પછી કંપનીવાળા સાથે વાત થઈ શકી પણ બરાબર જવાબ મળ્યો નહીં. કંપની માફી માંગવાની જગ્યાએ કહેવા લાગી કે મજબૂત પાસવર્ડ કેમ ન રાખ્યો. એશ્લેને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે કહ્યું રિંગ કંપનીનો જવાબ નોનસેન્સ છે અને કંપનીને શરમ આવવી જોઈએ. અંતમાં રિંગ કંપનીએ લેખિતમાં જવાબ આપ્યો. 

    પછી રિંગ કંપનીએ કહ્યું કે આ મામલાને ગંભીરતાથી લેશે અને સમસ્યાનું સમાધાન લાવશે. જોકે, એશ્લે અને તેના પરિવાર માટે આ બધું ડરામણું હતું. તેની દીકરીઓને આખી રાત ખરાબ સપના આવતા રહ્યા. એલિસાની હાલત ખરાબ થઈ ગઈ હતી. આ ઘટના બાદ રિંગ કંપની તેના ખરાબ પ્રોડક્ટની ખામીઓ અંગે વિચારવા લાગી. એ દિવસે જે થયું તે પરિવાર માટે ભૂલવું અશક્ય છે. ખાસ કરીને બાળકો નહીં ભૂલી શકે. 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here