MSUમાં સાયકોલોજી વિષયના ગ્રાન્ટેડ કોર્સમાં વધુ ૩૩ બેઠકોનો ઉમેરો કરાશે

0
154

એમ.એસ.યુનિવર્સિટીના બીએ વિથ સાયકોલોજી કોર્સમાં અભ્યાસ માટે ધસારાને પહોંચી વળવા માટે હાયર પેમેન્ટની સાથે સાથે રેગ્યુલર એટલે કે ગ્રાન્ટેડ કોર્સની બેઠકો વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.જે અનુસાર આર્ટસ ફેકલ્ટીના નેજા હેઠળ ચાલતા રેગ્યુલર કોર્સમાં બીજી ૩૩ બેઠકોનો ઉમેરો કરાશે.હાલમાં ૧૧૦ બેઠકો છે.તેની જગ્યાએ હવે ૧૪૩ બેઠકો પર પ્રવેશ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, બીએ વિથ સાયકોલોજીના હાયર પેમેન્ટ કોર્સની બેઠકોમાં પણ તાજેતરમાં ૬૦ બેઠકોનો વધારો કરવાના પ્રસ્તાવને સત્તાધીશોએ લીલી ઝંડી આપી છે.જેના પગલે હાયર પેમેન્ટ કોર્સમાં બેઠકો વધીને ૧૨૦ થઈ છે.જોકે આ તમામ બેઠકો પણ ભરાઈ જાય તેવી શક્યતા છે.હાયર પેમેન્ટ કોર્સ એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીના નેજા હેઠળ ચાલે છે.

મળતી વિગતો પ્રમાણે આર્ટસ ફેકલ્ટીના ડીન, વાઈસ ડીન, સેનેટ સભ્ય દ્વારા તાજેતરમાં વાઈસ ચાન્સેલરની મુલાકાત લઈને સાયકોલોજીની બેઠકો વધારવા માટે રજૂઆત કરાઈ હતી.કારણકે આ વખતે પણ પ્રવેશ માટે ધસારો થયો છે અને રેગ્યુલર બેઠકો પર જનરલ કેટેગરીમાં હાલમાં પ્રવેશ ૮૬.૫ ટકાએ અટક્યો છે.વાઈસ ચાન્સેલર સમક્ષ એવી રજૂઆત કરાઈ હતી કે, અન્ય વિભાગોમાં સરકારની મંજૂરી પ્રમાણે ૧૪૩ ગ્રાન્ટેડ બેઠકો છે (ઈકોનોમિકલી બેકવર્ડ કેટેગરીની અનામત બેઠકો સાથે) ત્યારે સાયકોલોજીમાં ૧૧૦ જ બેઠકો છે.આ સંજોગોમાં રેગ્યુલર કોર્સમાં પણ બેઠકો વધારવામાં આવે.મળતી વિગતો પ્રમાણે આ રજૂઆત બાદ ૩૩ બેઠકો વધારવાનો નિર્ણય લેવાયો છે.આ પ્રસ્તાવ સિન્ડિકેટ સમક્ષ મંજૂરી માટે મુકવામાં આવશે અને એ પછી આ બેઠકો પર પ્રવેશ અપાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here