MBA-MCAમાં ફરી રજિસ્ટ્રેશન શરૂ કરાયું: 11મી સુધી ચાલશે

0
113

– પ્રવેશ પહેલાં જ 10,000થી વધુ બેઠકો ખાલી રહેતા

– અગાઉ 4400 જ થયું હતું: કોરોનાને ધ્યાને રાખી રજિસ્ટ્રેશન ફરી શરૂ કરાયું: પ્રવેશ કાર્યક્રમ હજુ બાકી

એમબીએ-એમસીએની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન રજિસ્ટ્રેશનની નિયત મુદ્દત પૂર્ણ કરાયા બાદ  ફરી એક વાર રજિસ્ટ્રેશન શરૃ કરાયુ છે. પ્રવેશ સમિતિએ આજથી  ફરી રજિસ્ટ્રેશન શરૃ કર્યુ છે અને જે ૧૧મી સુધી ચાલશે. 

આ વર્ષે રજિસ્ટ્રેશન ગત વર્ષથી પણ ઘટયુ છે અને માંડ ૪૪૦૦ વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન થયુ હોવાથી ફરી રજિસ્ટ્રેશન શરૃ કરવુ પડયુ છે.  આ વર્ષે એમબીએ-એમસીએમાં નવી કોલેજો મંજૂર થતા બેઠકો વધી છે તો બીજી બાજુ એસમીએ જીટીયુ દ્વારા બેઠકો કપાતા બેઠકો ઘટી પણ છે.

એકંદરે આ વર્ષે એમબીએ-એમસીએની ૧૫ હજાર જેટલી બેઠકો છે.એમબીએમાં ૧૧૮ કોલેજોની ૧૧૧૦૪ બેઠકો છે.  જ્યારે એમસીએની ૬૪ કોલેજોની ૪૮૧૩ બેઠકો છે. એમબીએ-એમસીએમાં પ્રવેશ માટેની એડમિશન કમિટી(એસીપીસી)ની પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન રજિસ્ટ્રેશન અગાઉ ૧લી સુધી પૂર્ણ કરી દેવાયુ હતુ.

જેમાં ૪૪૯૨ વિદ્યાર્થીએ ઓનલાઈન ફોર્મ ભર્યુ છે અને જેમાંથી ૪૪૫૦ વિદ્યાર્થીએ ફી ભરી ફાઈનલ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાં એમબીએ માટે ૩૦૬૦ અને એમસીએ માટે ૧૩૩૨ તથા બંને માટે ૧૦૦ વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યુ છે.  આ વર્ષે પણ પ્રવેશ પહેલા જ ૧૦ હજારથી વધુ બેઠકો ખાલી પડતા અને રજિસ્ટ્રેશન ઓછુ થતા ફરી રજિસ્ટ્રેશન આજથી શરૃ થયુ છે.જે ૧૧મી સુધી કરી શકાશે.

સીમેટ આપેલા વિદ્યાર્થીઓ જ કરી શકશે અને યુજીના પરિણામ બાકી હોય તેવા વિદ્યાર્થી પણ અપીયરિંગ સ્ટેટસ સાથે રજિસ્ટ્રેશન કરી શકશે. અગાઉ જે વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કર્યુ છે પરંતુ ફી ભરવાની બાકી છે તેઓએ ફી ભરી ફાઈનલ સબમીશન કરવાનું રહેશે.આમ તો પ્રવેશ સમિતિને રજિસ્ટ્રેશન વધારવાની ખાસ રજૂઆતો આવી ન હતી પરંતુ તેમ છતાં કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી રજિસ્ટ્રેશન વધારાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here