LoC પર પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના 3 જવાનો શહિદ, સૈન્યની વળતી આક્રમક કાર્યવાહી

0
149

ચીન સાથેના સરહદી વિવાદ વચ્ચે હવે પાકિસ્તાન LoC પર કરેલા સંઘર્ષ વિરામના ભંગમાં આજે ભારતીય સેનાના ત્રણ જવાનો શહિદ થયા છે. જ્યારે અન્ય 5 જવાનો ઘાયલ થયા છે. ભારતીય સેનાના જવાનો પાકિસ્તાનને આકરો જવાબ આપી રહ્યાં છે. પાકિસ્તાની સેનાએ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા સેનાની ચોકીઓને નિશાન બનાવીને મોર્ટાર મારો કર્યો હતો.

સેનાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ઉત્તરી કાશ્મીરના કુપવાડા જીલ્લાના નૌગામ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી અચાનક જ મોર્ટાર મારો કરવામાં આવ્યો હતો જેમાં 2  જવાન શહિદ થયા હતાં અને અન્ય ચાર જવાનો ઘાયલ થયા હતાં. પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ઘાયલ જવાનોને સુરક્ષીત સ્થાને ખસેડવામાં આવ્યા છે જ્યાં  તેમની સારવાર ચાલી રહી છે.

સેનાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ભારતીય સેના પણ પાકિસ્તાનને આકરો જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેનાને પણ ભારે નુંકશાન પહોંચ્યુ છે. જોકે પાકિસ્તાન તરફથી કેટલા લોકોના મોત થયા તેની હજી ચોક્કસ માહિતી મળી નથી.

આ અગાઉ ગઈ કાલે મોડી સાંજે પાકિસ્તાની સેના દ્વારા પુંછ સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીઓ પર ભારે ગોળીબાર કર્યો હતો. જેમાં એક જવાબ શહિદ થઈગ ગયા હતાં જ્યારે એક જવાન ઘાયલ થયા હતાં.

જાહેર છે કે, સરહદે ભારતનો ચીન સાથે ભારે સંઘષ ચાલી રહ્યો છે. આ તકનો લાભ લઈને પાકિસ્તાન શિયાળા પહેલા ભારતમાં આતંકવાદીઓની ઘુષણખોરી કરાવવાના ઈરાદે સંઘર્ષ વિરામનો ભંગ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here