Live: ગુજરાતમાં પક્ષપલટુંઓનો દબદબો, બધી જ બેઠકો ઉપર ભાજપ આગળ

0
151

ગુજરાતની 8 વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામને લઇને મતગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવશે. પોસ્ટલ બેલેટ ગણતરી બાદ EVMના મતો ગણાશે. 

8 બેઠકોની કુલ 25 ગણતરી ખંડમાં મત ગણતરી થશે. બેલેટપેપર ગણતરીમાં ભાજપ 7 બેઠકો અને કોંગ્રેસ 1 બેઠક પર આગળ છે. 8 બેઠકો માટે 25 મતગણતરી ખંડ બનાવાયા છે. કુલ 97 ટેબલ પર 8 બેઠકોની ગણતરી થશે. 8 બેઠક પર 320 કર્મચારીઓ કાર્યરત છે.

ગુજરાતમાં અબડાસા, લીંબડી મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ આઠ બેઠકનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ ચૂંટણી રસપ્રદ એટલે પણ છે કે રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં અને ભાજપમાં જોડાઈ ગયા અને એટલે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ.

બેઠકભાજપ
કોંગ્રેસ 
અબડાસાપ્રદ્યુમનસિંહ જાડેજાઆગળશાંતિલાલ સેંઘાણીપાછળ
મોરબીબ્રિજેશ મેરજાઆગળજયંતિ જયરાજપાછળ
ધારીજે.વી. કાકડિયાઆગળસુરેશ કોટડિયાપાછળ
ગઢડાઆત્મારામ પરમારઆગળમોહન સોલંકીપાછળ
કપરાડાજીતુ ચૌધરીઆગળબાબુ વરઠાપાછળ
લીંબડીકિરીટસિંહ રાણાઆગળચેતન ખાચરપાછળ
ડાંગ વિજય પટેલઆગળસૂર્યકાંત ગાવિતપાછળ
કરજણઅક્ષય પટેલઆગળકિરીટસિંહ જાડેજાપાછળ

તો સામે પક્ષે સત્તાધારી ભાજપે વિકાસના નામે લોકો પાસે મત માગ્યા હતા. ભાજપે આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી છે. અબડાસા, મોરબી, ધારી, કરજણ અને કપરાડા – આ પાંચ બેઠકો પર ભાજપે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ચિહ્ન પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.ભાજપે કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓ પૈકી કેટલાકને મેદાનમાં ઉતાર્યા તો સામે કૉંગ્રેસે પક્ષપલટુ નેતાઓને જાકારો આપવાનો મુદ્દો પ્રચારમાં જાળવી રાખ્યો. આઠ બેઠકોમાં અબડાસા, લીંબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણનો સમાવેશ થાય છે. આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસે ‘પક્ષપલટુ નેતાઓ’ને પાઠ ભણાવવા, બેરોજગારી, ખેડૂતો વગેરેના મુદ્દાને લઈને ચૂંટણી લડી છે.


ક્યાં કેટલા રાઉન્ડમાં થશે ગણતરી?
અબડાસા:  30 રાઉન્ડ
લીંબડી :    42 રાઉન્ડ
મોરબી:     34 રાઉન્ડ
ધારી:        29 રાઉન્ડ
ગઢડા:       27 રાઉન્ડ
કપરાડા:    27 રાઉન્ડ
કરજણ:     28 રાઉન્ડ
ડાંગ:         36 રાઉન્ડ


ગુજરાતમાં લગભગ ક્લીન સ્વીપ તરફ ભાજપ, 8માંથી 7 બેઠક પર ભાજપ ભારે મતથી આગળ

અબડાસા બેઠક:

– અબડાસા બેઠક 10 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 11,541 મતથી આગળ

– અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 9368 મતથી આગળ

– અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા 7867 મતથી આગળ

– અબડાસામાં ભાજપના પ્રદ્યુમનસિંહ 6353 મતથી આગળ, કોંગ્રેસના શાંતિલાલ સેંધાણી પાછળ

મોરબી બેઠક:

– મોરબી બેઠક પર 14માં રાઉન્ડના અંતે ભાજપનના ઉમેદવારને 23,176 જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 22,448 મોત, 728 મતે ભાજપ આગળ

– મોરબી બેઠક પર 11 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ જયરાજ 556 મતથી આગળ, લીડમાં મોટો ઘટાડો

– મોરબીમાં 10માં રાઉન્ડના અંતે જયંતિ જયરાજની 1389ની લીડ. જયરાજની લીડમાં સતત થઈ રહ્યો છે ઘટાડો.

– મોરબી બેઠક પર 9 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ જયરાજ 2455 મતથી આગળ

– છઠ્ઠા રાઉન્ડના અંતે મોરબીમાં કોંગ્રેસના જયંતિ પટેલ 2939 મતથી થયા આગળ

– મોરબીમાં નવ રાઉન્ડના અંતે જયંતિ પટેલ 3,285 વોટથી આગળ છે

– મોરબીમાં ભાજપના ઉમેદવાર ત્રીજા રાઉન્ડના અંતે બ્રિજેશ મિરજા પાછળ, કોંગ્રેસના જયંતિ પટેલ 777 મતથી આગળ

ધારી બેઠક:

– કોંગ્રેસના ઉમેદવાર જયંતિ જયરાજને 12,187 મત, જ્યારે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને 8,918 મત મળ્યા.

– ધારી બેઠક પર 7 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા 2922 મતથી આગળ

– ધારી બેઠક પર 6 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા 2115 મતથી આગળ

– ધારીમાં ભાજપના જેવી કાકડિયા 1600 મતથી આગળ, સુરેશ કોટડિયા પાછળ ચાલી રહ્યા છે.

ગઢડા બેઠક:

– ગઢડા બેઠક પર 4 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર 5597 મતથી આગળ

– ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર 3824 મતથી આગળ

કપરાડા બેઠક:

– કપરાડા બેઠક પર 5 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 7402 મતથી આગળ

– કપરાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી 6323 મતથી આગળ

– કપરાડામાં ભાજપના જીતુ ચૌધરી 4426 મતથી આગળ, કોંગ્રેસના બાબુભાઈ વરઠા પાછળ

લીંબડી બેઠક:

– લીંબડી બેઠક પર 12 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા 15,555 મતથી આગળ

– લીંબડી બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણા 13,727 મતથી આગળ

– લીંબડી વિધાનસભા બેઠક પર આઠમા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરિટસિંહ રાણા 11794 મતથી આગળ

– છઠ્ઠા રાઉન્ડના અંતે લીંબડીમાં કીરીટસિંહ રાણા 10,556 વોટથી થયા આગળ

– લીંબડીમાં ભાજપના કિરીટસિંહ 7240 મતથી આગળ ચાલી રહ્યા છે, કોંગ્રેસના ચેતન ખાચર પાછળ

ડાંગ બેઠક: 

– ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય પટેલ 12,585 મતથી આગળ

– ડાંગ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજય પટેલ 9,875 મતથી આગળ

કરજણ બેઠક:

– કરજણ બેઠક પર 10 રાઉન્ડના અંતે ભાજપના અક્ષય પટેલ 8531 મતથી આગળ

– કરજણ બેઠક પર 9 રાઉન્ડના અંતે ભાજપના અક્ષય પટેલ 7741 મતથી આગળ

– કરજણ બેઠક પર 7 રાઉન્ડના અંતે ભાજપના અક્ષય પટેલ 4011 મતથી આગળ

– કરજણ બેઠક પર પાંચ રાઉન્ડના અંતે ભાજપના અક્ષય પટેલ 3273 મતથી આગળ

– ચોથા રાઉન્ડના અંતે કરજણમાં અક્ષય પટેલ 3269 વોટથી આગળ

– કરજણ બેઠક પર ભાજપના અક્ષર પટેલ 662 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના કિરીટસિંહ જાડેજા પાછળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here