KXIP vs MI: ભૂલો સુધારીને વિજયની ફોર્મ્યુલા શોધવા મુંબઇ, પંજાબની ટીમ આતુર

0
144

છેલ્લી મેચોમાં શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતાં પરાજયનો સામનો કરનાર મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ ગુરુવારે અહીં રમાનારી આઇપીએલ ટી૨૦ લીગની મેચમાં નાની-નાની ભૂલોને સુધારી ને વિજયની ફોર્મ્યુલા શોધવાનો પ્રયાસ કરશે. પંજાબે રવિવારે રાજસ્થાનને ૨૨૪ રનનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ તેનો તે બચાવ કરી શકી નહોતી જે ટીમ માટે મોટા ફટકા સમાન હતો. બીજી તરફ મુંબઇની ટીમ પોલાર્ડ અને ઇશાન કિશનની લડાયક ઇનિંગ્સ વડે બેંગ્લોરે આપેલા ૨૦૨ રનના ટાર્ગેટ સુધી પહોંચી ગઈ હતી પરંતુ સુપર ઓવરમાં તેને બે પોઇન્ટનું નુકસાન થયું હતું.

પંજાબના બોલર્સનું ફોર્મ ચિંતાજનક છે. કોટરેલની એક ઓવરમાં રાહુલ તિવાટિયાએ પાંચ છગ્ગા માર્યા હતા. મોહમ્મદ શમીએ પણ ચાર ઓવરમાં ૫૩ રન આપી દીધા હતા. સુકાની લોકેશ રાહુલે સતત સકારાત્મક અભિગમ જાળવી રાખ્યો હતો અને તેણે બોલર્સનો ઉત્સાહ વધાર્યો હતો. હવે તે બોલર્સ પાસેથી મેચવિનિંગ પ્રદર્શનની આશા રાખી રહ્યો છે. ક્રિસ ગેઇલને હજુ સુધી તક મળી નથી પરંતુ રાહુલ અને મયંક અગ્રવાલના કારણે પંજાબની ટીમ વધારે મજબૂત જણાય છે. મુંબઇની ટીમ બોલિંગ અને બેટિંગ બંનેમાં વધારે બેલેન્સવાળી જણાય છે. જોકે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહનું ફોર્મથી સુકાની રોહિત ચિંતિત થયો છે. બુમરાહ ત્રણ મેચમાં માત્ર ત્રણ વિકેટ ઝડપી શક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here