KTM 125 ડ્યુકનું અપડેટેડ મોડેલ લોન્ચ, કિંમત 1.5 લાખ રૂપિયા; ભારતીય માર્કેટમાં આ 4 બાઈક સાથે ટક્કર થશે

0
137
  • આ મોડેલ કંપનીની ફ્લેગશિપ બાઈક KTM 1290 સુપર ડ્યુક Rથી ઇન્સ્પાયર્ડ છે
  • KTM 125 ડ્યુકના એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો

KTMએ તેની સૌથી સસ્તી સ્પોર્ટ્સ બાઈક KTM 125 ડ્યુકનું નવું મોડેલ લોન્ચ કર્યું છે. તેની કિંમત 1.5 લાખ રૂપિયા છે. જો કે, જૂના કરતા અપડેટેડ મોડેલની કિંમત 8 હજાર રૂપિયા વધારે છે. અપડેટેડ મોડેલમાં નવું બોડીવર્ક આપવામાં આવ્યું છે. તેમાં નવા સસ્પેન્શન પણ મળશે. આ મોડેલ કંપનીની ફ્લેગશિપ બાઈક KTM 1290 સુપર ડ્યુક Rથી ઈન્સપાયર્ડ છે.

બાઈકનું એન્જિન
KTM 125 ડ્યુકના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે બાઈકમાં 125cc, સિંગલ-સિલિન્ડર એન્જિન મળશે, જે 9,250 rpm પર 14.3 bhpનો પાવર અને 8,000 rpm પર 12Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

બાઈકના અન્ય ફીચર્સ

  • KTM 125 ડ્યુક બાઈકમાં નવા બોલ્ટ-ઓન રિઅર સબફ્રેમ, મોટી સ્ટીલ ફ્યુઅલ ટેન્ક અને નવા WP સસ્પેન્શન આપવામાં આવ્યા છે. નવા ફ્યુઅલ ટેન્કની કેપેસિટી 13.5 લિટર થઈ ગઈ છે. અપડેટેડ બાઈક ઈલેક્ટ્રોનિક ઓરેન્જ અને સિરામિક વ્હાઈટ કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યું છે. બાઈક પર નવું બોડીવર્ક સ્ટીલ ટ્રેલિસ ફ્રેમ ચેસિસને વધારે એક્સપોઝ કરે છે.
  • બાઈકની રાઈડર અને પેસેન્જર સીટમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. તેની સ્ટાઇલ ડ્યુક રેન્જની બીજી બાઈક કરતા વધારે મળતી આવે છે, જેમાં KTM 200 ડ્યુક, KTM 250 ડ્યુક અને KTM 390 ડ્યુક સામેલ છે. બાઈકમાં વધુ સારી રાઇડિંગ પોઝિશન મળશે.
  • બાઈકની બ્રેકિંગ સિસ્ટમમાં પણ કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. તેના ફ્રંટમાં ડિસ્ક બ્રેક અને રિઅરમાં ડ્રમ બ્રેક મળે છે. બાઈક સિંગલ ચેનલ ABS(એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ)થી સજ્જ છે.
  • અપડેટેડ મોડેલનું વજન પણ 7 કિલો વધી ગયું છે, ત્યારબાદ બાઈકનું વજન 159kgથી વધારે થઈ ગયું છે. બાઈકની સીટની ઉંચાઈ 818 મિમીથી 822 મિમી થઈ ગઈ છે.
  • ભારતીય માર્કેટમાં KTM 125 ડ્યુકની ડાયરેક્ટ કોઈની સાથે ટક્કર નથી, પરંતુ હોન્ડા હોર્નેટ 2.0, TVS અપાચે RTR 200 4V, બજાજ પલ્સર NS200 અને યામાહા MT-15 સાથે થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here