Kaal Bhairav Jayanti 2020 : કાળ ભૈરવને પ્રસન્ન કરવા માટે કરો આ કામ

0
67

કારતક મહિનાની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિના દિવસે કાળ ભૈરવ જ્યંતી મનાવવામાં આવે છે

કાળ ભૈરવ જ્યંતી 7 ડિસેમ્બરે મનાવવામાં આવશે. દર વર્ષે કારતક માસની કૃષ્ણપક્ષની અષ્ટમી તિથિના દિવસે કાળ ભૈરવ દેવજીની જ્યંતી મનાવવામાં આવે છે. આ દિવસે ભગવાન કાળ ભૈરવજીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. કાળ ભૈરવ જ્યંતીના દિવસે ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે તો પણ ભગવાન ભૈરવની કૃપા પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે ભગવાન ભૈરવની ઉત્પતિ ભગવાન શિવના અંશ સ્વરૂપે થઇ હતી. જાણો, ભગવાન કાળ ભૈરવને પ્રસન્ન કરવાના ઉપાય વિશે…

ગરીબોને દાન કરો પ્રસાદ

કાળ ભૈરવને પ્રસન્ન કરવા માટે કાળ ભૈરવ અષ્ટમીના દિવસે તૈલીય ખાદ્ય પદાર્થ જેવા કે પાપડ, પકોડા ભગવાનને ભોગ લગાઓ. ત્યારબાદ બીજા દિવસે તેને ગરીબ અને જરૂરતમંદ લોકોમાં વહેંચી દો. આમ કરવાથી તમારી ઉપર ભગવાન કાળ ભૈરવની વિશેષ કૃપા જળવાઇ રહેશે. 

બાબા ભૈરવનાથને જલેબીનો ભોગ ચઢાઓ : 

કાળ ભૈરવ અષ્ટમીના દિવસે બાબા ભૈરવનાથને જલેબીનો ભોગ ચઢાઓ. ત્યારબાદ બાકીની જલેબી કોઇ કાળા કૂતરાંને ખવડાવી દો. કૂતરા બાબા ભૈરવ નાથની સવારી માનવામાં આવે છે. તેથી બાબા ભૈરવનાથને કૂતરાં અત્યંત પ્રિય હોય છે. કૂતરાંને જલેબી ખવડાવવાથી તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 

પીળા રંગનો ધ્વજ અર્પણ કરો

કાળ ભૈરવ અષ્ટમીના દિવસે સાધકને ભગવાન કાળ ભૈરવના મંદિરમાં તેમની આરતી કરવી જોઇએ અને સાથે જ પીળા રંગનો ધ્વજ ભગવાનને અર્પણ કરવો જોઇએ. 

લીંબૂ અર્પણ કરો

કાળ ભૈરવની વિશેષ કૃપા મેળવવા માટે કાળ ભૈરવ અષ્ટમીવાળા દિવસે તેમને 5 લીંબૂ અર્પણ કરો. જો તમે આમ કરવાથી ચૂકી જાઓ તો તમે સતત 5 ગુરુવાર સુધી પણ આમ કરી શકો છો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here