JIOના ફ્રી રિચાર્જના નામે થઈ રહ્યું છે ફ્રોડ, વોટ્સએપ પર આ મેસેજ મળે તો ન કરતાં ક્લિક

    0
    132

    વોટ્સએપ હાલ જિયોના નામે એક મેસેજ વાઈરલ થઈ રહ્યો છે. તેને Jio Breaking ઓફર 2020ના નામથી વોટ્સએપ મારફતે ફેલાવવામાં આવી રહ્યો છે. મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, મુકેશ અંબાણી દુનિયાના ચોથા સૌથી ધનિક વ્યક્તિ બનવાની ખુશીમાં નીતા અંબાણીએ 99 હજાર જિયો યુઝરને 401 રૂપિયાનું રિચાર્જ ફ્રીમાં આપવાનો વાયદો કર્યો છે, તો હાલ નીચે બ્લ્યુ રંગની લિંક પર ક્લિક કરીને પોતાના નંબર પર રિચાર્જ કરો.

    મેસેજ પર ન કરો ક્લિક

    વોટ્સએપનો આ મેસેજ એક ન્યુઝ વેબસાઈટની લિંકની સાથે જાહેર કરવામાં આવ્યો છે. આ ન્યુઝ બિલ્કુલ સમાચાર વેબસાઈટની જેમ છે. તેમાં નીચે આપવામાં આવેલી લિંક પર ક્લિક કરીને તમારા નંબર પર 401 રૂપિયાના જિયો રિચાર્જ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. જો તમને પણ આવી ન્યુઝ લિંક દેખાઈ તો તેના પર ક્લિક ન કરો, નહીંતર તમે પણ ઠગબાજોનો શિકાર બની શકો છો. આ ઓફરને લિમિટેડ ઓફરના નામે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. પણ જિયો દ્વારા આવી કોઈપણ ઓફર બહાર પાડવામાં આવી નથી.

    રોજ 3 GB ડેટા સાથે 28 દિવસની વેલિડિટીની ઓફર

    જ્યારે તમે ન્યુઝ લિંક પર ક્લિક કરશો, તો તમને જણાવવામાં આવશે કે, 401 રૂપિયાના ફ્રી જિયો રિચાર્જ પર અનલિમિટેડ કોલિંગની સાથે રોજ 3 જીબી ડેટા 28 દિવસ માટેની વેલિડિટીની સાથે આવશે. સાથે જ 399 રૂપિયામાં આવનાર Disney+ Hotstarનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન પણ ઓફર કરવામાં આવે છે. એટલું જ નહીં સાથે એ પણ દાવો કરાયો છે કે, 62 હજારથી પણ વધારે લોકોએ આ ઓફરનો લાભ ઉઠાવ્યો છે. રિલાયન્સ જિયો દ્વારા આ ઓફરને ફેક ગણાવવામાં આવી છે. સાથે જ કહ્યું છે કે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ સિવાય અન્ય કોઈ રિચાર્જ પ્લાન જાહેર કરવામાં આવતાં નથી.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here