IPL 2020: હવે ધોનીની બેટિંગમાં નથી રહ્યો એ જાદુ, 47 રન ફટકારીને પણ ના કરી શક્યો મેચ ફિનિશ

0
137

ચેન્નાઈ સુપર કિંગ્સના સુકાની અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીને વિશ્વનો શ્રેષ્ઠ ફિનિશર માનવામાં આવે છે પરંતુ હવે એમ લાગે છે કે ધોનીએ આ ધાર રહી નથી. તે હવે અગાઉની માફક ટીમને સફળતા અપાવી શકતો નથી અને તેની બેટિંગ પણ ધીમી પડી ગઈ છે શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ધોની 47 રન ફટકારીને અણનમ રહ્યો હતો પરંતુ તેની ટીમને વિજય અપાવી શક્યો ન હતો.

રન ચેઝમાં અણનમ રહેવા છતાં ધોનીની ટીમ હારી

આમ તે નિષ્ફળ રન ચેઝમાં અણનમ રહેવા છતાં તેની ટીમ હારી ગઈ હતી. આઇપીએલમાં આ એવો છઠ્ઠો પ્રસંગ હતો જયારે ધોની અણનમ રહ્યો હોય પરંતુ તેની ટીમ જીતી શકી ન હોય અને રન ચેઝ પાર પાડવામાં નિષ્ફળ રહી હોય.

આમ તો ધોની 2008થી આઇપીએલમાં રમી રહ્યો છે અને એ સમયે તે લગભગ તમામ મેચમાં તેની બેટિંગ કમાલથી ચેન્નાઈ સુપર કિંગ્સને વિજય અપાવતો રહેતો હતો. આઇપીએલમાં ધોની 194 મેચ રમ્યો છે અને તેમાંથી તે 68 વાર અણનમ રહ્યો છે જેમાંથી 43 મેચ તો એવી છે જેમાં તે અણનમ રહ્યો છે અને તેની ટીમને વિજય પણ અપાવ્યો છે. ધોની અણનમ રહે અને તેની ટીમ હારી જાય તેનો પ્રથમ પ્રસંગ 2013માં બન્યો હતો. એ વખતે તે કોલકાતા ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે સામે રમી રહ્યો હતો અને 63 રન સાથે અણનમ રહ્યો હોવા છતાં તેની ટીમ હારી ગઈ હતી.

સ્કોરવિરુદ્ધસ્થળવર્ષ
63*મુંબઈકોલકાતા2013
42*પંજાબમુંબઈ2014
79*પંજાબમોહાલી2018
84*બેંગલોર       બેંગલોર2019
29*રાજસ્થાનશારજાહ2020
47*હૈદરાબાદદુબઈ2020

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here