IPL 2020: આજે ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો, CSK માટે બે મોટી ખુશખબર

0
132

બેટ્સમેનોની નિષ્ફળતાના કારણે છેલ્લી મેચોમાં અપેક્ષા મુજબનાં પરિણામ હાંસલ નહીં કરી શકનાર ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ તેના સ્ટાર ખેલાડી અંબાતી રાયડુ અને ડ્વેન બ્રાવોના ફિટ થવાના કારણે શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાનારી આઇપીએલ ટી૨૦ લીગની મેચમાં વધારે મજબૂત થઇને મેદાનમાં ઊતરશે.

ઓપનિંગ મેચમાં સ્ટાર ખેલાડી બનેલો રાયડુ સ્નાયુ ખેંચાઇ જવાના કારણે તથા બ્રાવો કેરેબિયન પ્રીમિયર લીગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. બંને ખેલાડીઓ શુક્રવારની મેચમાં રમે તેવી પૂરી સંભાવના છે. ચેન્નઇ અને હૈદરાબાદ બંનેને ટૂર્નામેન્ટની સૌથી બેલેન્સવાળી ટીમ ગણવામાં આવતી હતી, પરંતુ બંનેએ પ્રથમ ત્રણ મેચમાં બેમાં પરાજય મેળવ્યો છે અને તેનું મુખ્ય કારણ તેનો મિડલ ઓર્ડર હજુ સ્થાયી થયો નથી.

રાયડુને આઉટ ઓફ ફોર્મ રહેલા મુરલી વિજયના સ્થાને રમાડવામાં આવી શકે છે. બ્રાવોને પ્લેઇંગ ઇલેવનમાં રમાડવા માટે ધોનીને પૂરા બેટિંગ ક્રમમાં ફેરફાર કરવો પડી શકે છે. કેદાર જાધવનું ફોર્મ પણ ધોની માટે ચિંતાનો વિષય બન્યો છે. બ્રાવોને ટીમમાં રાખવા માટે ધોનીએ વોટસન કે જોશ હેઝલવૂડમાંથી કોઇ એકને બહાર કરવો પડશે. બીજી તરફ કેન વિલિયમ્સનના કારણે હૈદરાબાદની બેટિંગ મજબૂત બની છે. બેરિસ્ટો તથા સુકાની વોર્નર મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે. સનરાઇઝર્સે સફળતા હાંસલ કરવા માટે મિડલ ઓર્ડરમાં એક હાર્ડ હિટરને રમાડવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here