IPL: ટ્રેન્ટ બોલ્ટને ઇજા થતા ફાઇનલમાં રમી શકશે? કેપ્ટન રોહિતે આપ્યો આ જવાબ

0
161

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના કેપ્ટન રોહિત શર્માએ પહેલા ક્વોલિફાયર માટે તેના બેટ્સમેન અને બોલરોની પ્રશંસા કરી હતી, અને કહ્યું કે તેની ટીમના અત્યાર સુધીના શ્રેષ્ઠ પ્રદર્શનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે 57 રનથી વિજય સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ગણાવ્યું છે. મુંબઈની ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે, હવે તે પાંચમા ખિતાબથી એક કદમ જ દૂર છે.

પરંતુ મેચ દરમિયાન કિવિનો ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ (Trent Boult) ઘાયલ થઇ ગયો. 201 રનનો પીછો કરવા ઉતરેલા દિલ્હીને પહેલી જ ઓવરમાં બે ઝાટકા આપનાર બોલ્ટ બે જ ઓવર ફેંકવામાં સફળ રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ આશા વ્યક્ત કરી છે કે તે ફાઇનલ સુધી સાજો થઇ જશે.

રોહિતે કહ્યું, ‘મારું માનવું છું કે આ અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જે રીતે અમે અમારો ઇરાદો દેખાડયો. જે રીતે બીજી ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ (ક્વિન્ટન) ડિકૉક અને સૂર્યા (સૂર્યકુમાર યાદવ) એ બોલિંગ કરી. જે રીતનો અમે અંત લાવ્યા અને પછી શાનદાર બોલિંગ કરી. ‘

મુંબઇને પહેલાં બેટિંગ કરવાનું આમંત્રણ મળવા પર 5 વિકેટે 200 રન બનાવ્યા. તેના માટે સૂર્યકુમાર યાદવ (51) અને ઇશાન કિશન (અણનમ 55) એ અડધી સદી ફટકારી હતી, જ્યારે ડિકૉકે 40 અને હાર્દિક પંડ્યાએ 14 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા. ત્યારબાદ જસપ્રિત બુમરાહે 13 રનમાં 4 વિકેટ લીધી હતી અને ટ્રેન્ટ બોલ્ટ 2 ઓવરમાં 9 રનમાં 2 વિકેટ લઇને દિલ્હીને 8 વિકેટ પર 143 રન જ બનાવા દીધા.

રોહિતે કહ્યું, ‘અમે ક્યારેય લક્ષ્યને મગજમાં બેસાડી દીધું નથી. અમે જુદા પ્રકારની ટીમ છીએ અને અલગ રીતે રમીએ છીએ. અમે સંજોગો પ્રમાણે રમવા માંગીએ છીએ. હું બીજી ઓવરમાં જ આઉટ થયો હતો, પરંતુ ડિકૉક અને સૂર્યા એ પલ્લું અમારી તરફ નમાવી દીધું. અમે ક્યારેય ઇચ્છતા નહોતા કે તેમનો પલ્લું ભારે રહે.’

તેમણે કહ્યું ઇશાન શાનદાર ફોર્મમાં છે અને આથી અમે ઇચ્છતા હતા કે તેઓ સકારાત્મક થઇને રમે. તેના માટે સંદેશ સ્પષ્ટ હતો કે તેઓ ખુદ પર દબાણ ના બનાવે. આટલી વિવિધાપૂર્ણ ટીમ હોવાથી મારી પાસે બેટિંગનો ક્રમ બદલવા અને બોલિંગને રોટેટ કરવાનો વિકલ્પ રહે છે.

બોલ્ટને ઇજા થતા 2 ઓવર જ રમી શકયો પરંતુ રોહિતે તેના અને બુમરાહના ખૂબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે ટ્રેન્ટ સારું મહેસૂસ કરી રહ્યો છે. અત્યારે મોટી મેચ છે અને અમે તેની નેકસ્ટ મેચ માટે ફિટ ઇચ્છીએ છીએ. મને વિશ્વાસ છે કે તે 10મી નવેમ્બરના રોજ મેદાન પર રહેશે.

રોહિતે કહ્યું કે જ્યારે અમારી પાસે બુમરાહ જેવા બોલર્સ હોય તો વસ્તુ સરળ બની જાય છે. બુમરાહ અને બોલ્ટ શાનદાર ફોર્મમાં છે. તેમણે અમારી રણનીતિ અનુસાર બોલિંગ કરી અને તેના માટે તેઓ પ્રશંસાને પાત્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here