International Coffee Day 2020 : ગ્લોઇંગ સ્કિનથી લઇને વેટ લોસ સુધી ફાયદાકારક છે કૉફી!

0
116

– જાણો, કૉફી પીવાથી થતાં ફાયદાઓ વિશે….

1 ઑક્ટોબરે દર વર્ષે વિશ્વભરમાં વર્લ્ડ કૉફી ડે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવાનો હેતુ કોફીના વ્યવસાયને પ્રોત્સાહન આપવાનો છે. કૉફી શરીરને એનર્જી આપવાનું કામ કરે છે. આ જ કારણ છે કે મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત કોફી પીને જ કરતાં હોય છે. આ ઉપરાંત કૉફી પીવાનાં બીજા કેટલાય ફાયદા છે. જાણો, કૉફી પીવાથી થતાં ફાયદાઓ વિશે…

લિવર માટે ફાયદાકારક : હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે બે થી ત્રણ કપ કૉફી દૂધ અથવા ખાંડ મિક્સ કર્યા વગર પીવાથી લિવર સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું થઇ જાય છે. એક્સપર્ટનું કહેવું છે કે કૉફીથી લિવરનું કેન્સર થવાની શક્યતા પણ ઓછી થઇ જાય છે. જો કોઇને પહેલાથી જ લીવરથી સંકળાયેલી કોઇ બીમારી છે તો તેના માટે પણ બ્લેક કૉફી પીવું ફાયદાકારક રહેશે. 

વજન ઘટાડે છે કૉફી :- કૉફીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ મળી આવે છે. આ બંને વસ્તુઓ વજનને કંટ્રોલ કરે છે. 

હૃદયની બીમારીઓમાં ફાયદાકારક :- કૉફીનું સેવન હૃદયના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. કૉફી હાર્ટ સ્ટ્રોકના જોખમને પણ ઓછું કરે છે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક : ડાયાબિટીસ આજના દિવસોમાં એક સામાન્ય સમસ્યા છે. કૉફીમાં મળી આવતાં કૈફીન બ્લડ શુગરને ઘટાડે છે. એટલા માટે આ દર્દીઓ માટે કૉફીનું સેવન કરવું ફાયદાકારક હોય છે. 

સ્કિન માટે :- કૈફીન આંખોની એલર્જી અને ડાર્ક સર્કલને પણ દૂર કરે છે. એટલા માટે કહેવામાં આવે છે કે કૉફી પીવાથી ત્વચા સારી થાય છે. આટલું જ નહીં કૉફીનો ફેસપેક લગાવવાથી પણ ત્વચામાં નિખાર આવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here