Instagramમાં જોડાયા 10 નવા ફીચર્સ! હવે મેસેન્જરથી ઇન્સ્ટા.યુઝર્સને કરી શકશો રિપ્લાય

0
160

Facebook છેલ્લા અમુક સમયથી ઇન્સ્ટાગ્રામ(Instagram) અને મેસેન્જર (Messenger) નેલઈ ક્રોસ પ્લેટફોર્મ મેસેજિંગ પર કામ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ ફેસબુકે ક્રોસ એપ મેસેજિંગ અને કોલિંગ ફીચરનું લોન્ચિંગ કરી દીધું છે. એટલે હવે ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જરથી એક બીજા પર પોતાના કોટન્કેટ્સને મેસેજ મોકલી શકાશે અથવા તો કોલિંગ કરી શકાશે.

આ 10 ફીચર્સ જે Messenger અને ઇન્સ્ટાગ્રામને આપવામાં આવશે:

ક્રોસ પ્લેટફોર્મ મેસેજ: 

મીડિયા રિપોર્ટ મુજબ આ હેઠળ હવે ઇન્સ્ટાગ્રામથી Messenger અને Messengerથી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલી શકાશે. એટલે કે જો કોઈ કોન્ટેક્ટ બંને એપમાં છે તો યુઝર એક જ જગ્યાએથી મેસેજ મોકલી શકશે.

વોચ ટુગેધર ફીચર:

રિપોર્ટ પ્રમાણે આ ફીચર હેઠળ ફેસબુક પર એક-બીજા સાથે વીડિયો જોઈ શકાશે. આ વીડિયો ફેસબુક વોચ, IGTV, Reels માટે હશે. વીડિયો કોલિંગ કરી યુઝર કોઈની સાથે મળી વીડિયો જોઈ શકશે.

વૈનિશ મોડ:

વૈનિશ મોડ હેઠળ જાતે સમાપ્ત થતા મેસેજ મોકલી શકાશે. ચેટ સીન થયા બાદ આ મેસેજ ડિલિટ થઈ જશે. આ પ્રકારનું ફીચર ઇન્સ્ટાગ્રામ પર પહેલાથી જ છે.

સેલ્ફી સ્ટિકર્સ:

સેલ્ફી ક્લિક કરી આનાથી બૂમરેંગ સ્ટિકર્સ તૈયાર કરી શકાશે અને આને કન્વર્સેશનમાં મોકલી શકાશે.

ચેટ કલર્સ:

ચેટ્સને કલર ગ્રેડિએન્ટ્સથી પર્સનલાઇઝ કરવાનું ઓપ્શન પણ મળશે.

કસ્ટમ ઇમોજી રિએક્શન્સ:

યુઝર પોતાની ફેવરેટ ઇમોજીના શોર્ટકટ તૈયાર કરી રાખી શકશે. જેથી કોઈ પણ ફેવરેટ મેસેજ પર તેનાથી જલદી રિએક્ટર કરી શકાશે.

ફોર્વર્ડિંગ:

ચેટના કોન્ટેન્ટ એક સાથે 5 મિત્રો અથવા ગ્રુપ્સ સાથે શેર કરી શકાશે.

રિપ્લાઇઝ:

આ હેઠળ ચેટમાં ખાસ મેસેજ પર જઈ તેનો રિપ્લાય આપી શકાશે. આ પહેલા આ ફીચર નહોતું.

એનિમિટેડ મેસેજ ઇફેક્ટ્સ:

મેસેજ મોકલતા સમયે તેમાં વિઝુઅલ ઇફેક્ટ નાખી રસપ્રદ બનાવી શકાશે.

મેસેજ કોન્ટ્રોલ્સ:

આ હેઠળ યુઝર નક્કિ કરી શકશે કે તેણે કોણ મેસેજ કરી શકશે અને કોણ નહીં.

આપને જણાવી દઈએ કે ફેસબુકે કહ્યું છે કે હાલ આ ઉપરોક્ત ફીચર્સ અમુક દેશો માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પરંતુ જલદી આને અપડેટના માધ્યમથી બધા યુઝર્સને આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here