HDFC બેંકના ગ્રાહકો માટે મોટી ખબર, રવિવાર નેટ અને મોબાઈલ બેકિંગમાં આવશે પરેશાની

0
126

કોરોના કાળમાં મોટા ભાગના લોકો હવે નેટ કે મોબાઈલ બેંકિંગનો સહારો લઈ રહ્યા છે. તો બીજી બાજુ બેંક દ્વારા પણ ડિજિટલ પ્લેટફોર્મને વધારે યુઝર ફ્રેન્ડલી અને તમામ બેંકિંગ સુવિધા આપવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેવામાં HDFC બેંકનાં ડિજિટલ પ્લેટફોર્મ જેમ કે નેટ અને મોબાઈલ બેંકિંગ કરતાં ગ્રાહકો માટે મોટા સમાચાર છે. રવિવાર એટલે કે 8 નવેમ્બરે તેઓને થોડી મુશ્કેલી પડીશ શકે છે.

પ્રાઈવેટ ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે પોતાના ગ્રાહકોને જાણકારી આપી છે કે, રવિવારે નેટબેકિંગ અને મોબાઈલ બેંકિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બેંકે જણાવ્યું છે કે, શિડ્યુલ મેઈન્ટેનન્સને કારણે HDFC બેંકની નેટ બેંકિંગ અને મોબાઈલ એપ બેંકિંગ એપ પર રવિવાર એટલે કે 8 નવેમ્બરે 12 AM થી 5 AM સુધી બંધ રહેશે.

બેંકિંગ કંપનીઓ પોતાના ડિજિટલ પ્લેટફોર્મનું થોડા થોડા સમયના અંતરાલે શિડ્યુલ મેઈન્ટેનન્સ કરતાં હોય છે. અગાઉ એસબીઆઈ બેંક દ્વારા પણ આ પ્રકારનું મેઈન્ટેન્સ કરવામાં આવ્યું હતું. જેના કારણે હજારો ગ્રાહકોને નેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગમાં પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પોતાના ગ્રાહકોનાં ડેટાને સુરક્ષિત રાખવા સહિતનાં અનેક મુદ્દાઓને લઈ મેઈન્ટેન્સ ખુબ જ જરૂરી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here