Happiest Minds એ રોકાણકારોને કર્યા માલામાલ, પહેલા દિવસે જ બમણાથી વધારે નફો

0
150

આઈટી સર્વિસીઝ કંપની હૈપિએસ્ટ માઈન્ડ્સનું શેર બજારમાં લિસ્ટીંગ થઈ ગયું છે. ગુરૂવારે લિસ્ટીંગની સાથે જ કંપનીના રોકાણકારો માલામાલ થઈ ગયા છે.

લિસ્ટીંગના બે કલાકની અંદર બીએસઈ ઈન્ડેક્સ ઉપર કંપનીના શેરનો ભાવ 380 રૂપિયાના સ્તર ઉપર હતો. તો નિફ્ટીમાં તે 381 રૂપિયાના સ્તરને પાર કરી ગયો હતો.

તમને જણાવી દઈએ કે વિતેલા દિવસોમાં હૈપિએસ્ટ માઈન્ડ્સનો આઈપીઓ આવ્યો હતો. 90 શેરના લોટ વાળા આ આઈપીઓનો ઈશ્યુ પ્રાઈસ 166 રૂપિયા હતો. એટલે કે, રોકાણકારોને ઓછામાં ઓછા 14850 રૂપિયાનું રોકાણ કરવું જરૂરી હતું.

કહેવાનો અર્થ છે કે, જે લોકોએ હૈપિએસ્ટ માઈન્ડ્સનો આઈપીઓ લાગ્યો હતો તેનું રોકાણ બમણા કરતા પણ વધારે થઈ ગયું હતું. સરળ ભાષામાં કહીએ તો જે લોકોએ તેમાં 1 લાખ રૂપિયા લગાવ્યાં હશે. તેની પાસે એક સપ્તાહથી પણ ઓછા સમયમાં વધીને 2 લાખથી વધારે થઈ ગયું.

જણાવી દઈએ કે, હૈપિએસ્ટ માઈન્ડ્સના પ્રમોટર અશોક સૂતા મિડકૈપ આઈટી ફર્મ Mindtreeના ફાઉન્ડર રહી ચુક્યાં છે. અશોક સૂતા 15 વર્ષ સુધી વિપ્રોની સાથે જોડાયેલા હતા.

કંપનીની 97 ટકા રેવન્યુ ડિઝિટલ વિંગથી આવે છે. તે ઈન્ફોસિસ, કોગ્નિજેંટ, માઈંડટ્રીથી ઘણી વધારે છે. આ કંપનીઓની એવરેજ કંટ્રીબ્યુટેશન 40-50 ટકાની આસપાસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here