Googleને Paytmએ આપી મોટી લપડાક, વિવાદ બાદ પોતાનું સ્વદેશી એપ સ્ટોર લોન્ચ કર્યું

0
157

ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ ફર્મ પેટીએમે ગુગલની સાથે વિવાદ બાદ સ્વદેશી મિની એપ સ્ટોર લોન્ચ કરી દીધું છે. પેટીએમ એપ સ્ટોર લોન્ચ થવાથી ગુગલના પ્લે સ્ટોરને સીધી ટક્કર મળશે. કંપનીનો દાવો છે કે, Decathlon, Ola, Rapido, Dominos Pizza જેવાં લગભગ 300થી વધારે એપ્સ પેટીએમ એપ સ્ટોર સાથે જોડાવા જઈ રહ્યા છે.

ગુગલે એપ સ્ટોરનાં નિયમો કડક કર્યાં

પેટીએમ અને ગુગલ વચ્ચે વિવાદ તે સમયે વધી ગયો, જ્યારે ગુગલે પ્લે સ્ટોર પરથી પેમેન્ટ એપ Paytmને હંગામી રીતે બેન કરી દીધું હતું. ગુગલે પેટીએમ એપ પર ગત 18 સપ્ટેમ્બરે ગુગલ પ્લે સ્ટોરના નિયમોનાં ઉલ્લંઘન અને સટ્ટેબાજી અને જુગાર જેવી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો હતો. આ જ પ્રકારના આરોપ ગુગલે સ્વીગી અને ઝોમેટો ઉપર લગાવીને બંને કંપનીઓને નોટિસ પાઠવી હતી. જો કે, હવે ત્રણેય એપ્સની પ્લે સ્ટોર પર વાપસી થઈ ગઈ છે.

ભારતીયોને શું ફાયદો થશે?

ગુગલની સાથે વિવાદ બાદ ભારતીય એપ ડેવલપર્સને દેશી પ્લે સ્ટોરની જરૂરિયાત ઉભી થઈ હતી. તેવામાં પેટીએમ તરફથી મિનિ એપ સ્ટોર લોન્ચ કરવામાં આવ્યું છે. પેટીએમના કહેવા પ્રમાણે સ્વદેશી મિની એપ સ્ટોરથી ભારતીય એપ ડેવલપરને ફાયદો મળશે. સાધારણ શબ્દોમાં કહીએ તો, પેટીએમ એપ સ્ટોરમાં ભારતીય એપ ડેવલપરને 30 ટકા કમિશન આપવું નહીં પડે. સાથે જ સરળ પરચેઝ ગાઈડલાઈનનો ફાયદો મળી શકે છે.

ગુગલે એપ પરચેઝ ગાઈડલાઈનમાં બદલાવનું એલાન કર્યું

ટેક કંપની ગુગલ પ્લે સ્ટોરે એપ પરચેઝ સાથે જોડાયેલી ગાઈડલાઈનમાં બદલાવ કરવાનું એલાન કર્યું છે. આ બદલાવ બાદ ડેવલપર્સ કોઈપણ એપની પરચેઝ પર કંપનીને 30 ટકા કમિશન આપવું પડશે. તેની સાથે મોટાભાગની એપને ડાઉનલોડ કરવાથી લઈ સબ્સ્ક્રિપ્શન ખરીદવા સુધી ગુગલની બિલિંગ સેવાનો ઉપયોગ કરવો પડશે. તેનો મતલબ એવો થયો કે, એપ ડેવલપર્સને પોતાની કમાણીના 30 ટકા હિસ્સો ગુગલ પ્લે સ્ટોરને આપવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here