GDP અને બેંક ખતરામાં, આ વિકાસ છે કે વિનાશ?: રાહુલ ગાંધી

0
135

 લક્ષ્મી વિલાસ બેંક પર પ્રતિબંધ મુકતા રાહુલ ગાંધીએ મોદી સરકારને આડે હાથ લીધા

નવી દિલ્હી, તા. 18 નવેમ્બર 2020, બુધવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ફરી એકવાર દેશની કથળી રહેલી અર્થવ્યવસ્થા અને બેંકિગ સિસ્ટને લઇને મોદી સરકારને આડે હાથ લીધી હતી.

રાહુલ ગાંધીએ આજે સવારે ટ્વીટ કરી બેંકો મુસીબતમાં છે અને જીડીપી પણ. દેશમાં આ પહેલા આટલી મોંધવારી અને બેકારી ક્યારેય નહતી.

દેશમાં બેંકની કથળતી વ્યવસ્થા અને ઘટી રહેલા જીડીપીના કારણે જનતાનુ મનોબળ તુટી રહ્યું છે, ઉપરાંત સામાજીક ન્યાયને દિવસેને દિવસે કચડવામાં આવી રહ્યું છે. આ વિકાસ છે કે વિનાશ?

રાહુલ ગાંધીની આ ટ્વીટ એવા સમયે સામે આવી છે જ્યારે ખાનગી બેંક લક્ષ્મી વિલાસ બેંક નાણાકીય કટોકટીનો સામનો કરી રહીં છે. સરકારે લક્ષ્મી વિલાસ બેંક પર એક મહિના માટે પ્રતિબંધ મુક્યો છે. આરબીઆઇના નિર્ણય અંતર્ગત બેંકમાં એકાઉન્ટ ધરાવાત ગ્રાહક હવે મહિનમાં વધારેમાં વધારે 25,000 રૂપિયાથી વધારેની રોક્કડ નહીં ઉપાડી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here