– આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 151મી જન્મજ્યંતી છે
સૌથી પહેલા મહાત્મા ગાંધીજીની તસ્વીર ધરાવતી ભારતીય નોટ વર્ષ 1969માં આવી હતી. આ વર્ષ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હતું. આ નોટ પર ગાંધીજીની તસવીરની પાછળ સેવાગ્રામા આશ્રમ પણ હતું. જ્યારે પ્રથમવાર ગાંધીજીની તસવીર નોટ પર છપાઇ ત્યારે ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા અને એલ કે ઝા આરબીઆઇના ગવર્નર હતા.
100ની નોટ પર રાષ્ટ્રપિતાના જન્મ શતાબ્દીના અવસરે પ્રથમવાર જોવા મળી હતી. વર્ષ 1947માં ભારતના આઝાદ થયા બાદ થયું કે કરન્સી પર બ્રિટિશ કિંગ જૉર્જની તસ્વીરને મહાત્મા ગાંધીની તસવીરથી રિપ્લેસ કરવામાં આવે. તેના માટે નિર્ણય કરવામાં સરકારને થોડોક સમય લાગ્યો. આ દરમિયાન કિંગની પોટ્રેટને સારનાથી સ્થિત લાયન કેપિટલથી રિપ્લેસ કરી દેવામાં આવ્યું હતું.
વર્ષ 1969માં આવી સેવાગ્રામ આશ્રમવાળી તસવીર
રિઝર્વ બેન્કે પ્રથમ વખત ગાંધીજીની તસ્વીરવાળા કોમેમોરેટિવ એટલે કે યાદગીરી સ્વરૂપે 100 રૂપિયાની નોટ વર્ષ 1969માં રજૂ કરી. આ વર્ષ તેમનું જન્મ શતાબ્દી વર્ષ હતું અને નોટ પર તેમની તસવીર પાછળ સેવાગ્રામ આશ્રમ પણ હતું. ગાંધીજીની હાલની તસવીર ધરાવતી કરન્સી નોટ પ્રથમાવ્ર વર્ષ 1987માં આવી હતી. ગાંધીજીની સ્માઇલવાળી આ તસવીરની સાથે સૌથી પહેલા 500 રૂપિયાની નોટ ઑક્ટોબર 1987માં રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીજીની આ તસવીર અન્ય કરન્સી નોટ પર પણ જોવા મળી.
RBIએ વર્ષ 1996માં એડિશનલ ફીચર્સની સાથે નવી મહાત્મા ગાંધી સીરીઝ નોટ રજૂ કરી. આ ફીચર્સમાં બદલાયેલ વૉટરમાર્ક, વિન્ડોડ સિક્યોરિટી થ્રેડ, લેન્ટેટ ઇમેજ અને વિઝ્યુઅલ હેન્ડીકેપ્ડ લોકો માટે ઇન્ટેગ્લિયો ફીચર્સ સામેલ કર્યા. વર્ષ 1996 પહેલાં વર્ષ 1987માં મહાત્મા ગાંધીની તસ્વીરને વૉટરમાર્ક સ્વરૂપે ઉપયોગમાં લેવાતી હતી. જે નોટની ડાબી તરફ જોવા મળતું હતું. ત્યારબાદ દરેક નોટમાં ગાંધીજીની તસ્વીર છાપવામાં આવી.
વર્ષ 1996થી મહાત્મા ગાંધીની તસ્વીર ધરાવતી જે નવી નોટ ચલણમાં આવી તેમાં 5, 10, 20, 50, 100, 500 અને 1000 રૂપિયાવાળા નોટ સામેલ હતા. આ દરમિયાન અશોક સ્તંભની જગ્યાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ફોટો અને અશોક સ્તંભની તસવીર ડાબી બાજુ નીચેની તરફ પ્રિન્ટ કરી દેવામાં આવી હતી.
બાપૂની હાલની તસવીર જે આપણે નોટ પર જોઇ રહ્યા છીએ તે વાઇસરૉય હાઉસ (હાલ રાષ્ટ્રપતિ ભવન) માં વર્ષ 1946માં કેમેરામાં કેદ કરવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મ્યાનમાર (ત્યારે બર્મા) અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરી તરીકે કાર્યરત ફ્રેડરિક પેથિક લૉરેન્સની મુલાકાત માટે પહોંચ્યા હતા. ત્યારે લેવામાં આવેલી ગાંધીજીની તસવીરને પોટ્રેટ સ્વરૂપે ભારતીય નોટ પર દર્શાવવામાં આવી છે. જો કે, આ તસવીર ક્યા ફોટોગ્રાફરે લીધી હતી તે વિશે કોઇ માહિતી ઉપલબ્ધ નથી.
ગાંધીજીની તસવીર પહેલા વિભિન્ન કિંમત વર્ગની નોટ પર અલગ-અલગ ડિઝાઇન અને ઇમેજ રહેતી હતી. વર્ષ 1949માં સરકારે અશોક સ્તંભની સાથે નવી ડિઝાઇન ધરાવતી 1 રૂપિયાની નોટ રજૂ કરી હતી. વર્ષ 1953થી હિન્દીનું નોટ પર ઉલ્લેખ કરવાનું શરૂ કર્યુ. 1000, 5000 અને 10000ની વધુ મૂલ્ય વર્ગની નોટને વર્ષ 1954માં રિઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. 1000 રૂપિયાની નોટ પર તાંજોર મંદિરની ડિઝાઇન હતી, 5000 રૂપિયાની નોટ પર ગેટવે ઑફ ઇન્ડિયા અને 10,000ની નોટ પર લાયન કેપિટલ, અશોક સ્તંભ હતું. જો કે આ નોટને વર્ષ 1978માં બંધ કરી દેવામાં આવી હતી. વર્ષ 1980માં નોટનો નવો સેટ રજૂ કરવામાં આવ્યો.