DPS ઈસ્ટ સ્કૂલની માન્યતા અંતે રદ, અમાન્ય વર્ગો માટે 50 લાખનો દંડ

0
137

હાઈકોર્ટના આદેશ બાદ પ્રાથમિક શિક્ષણ વિભાગે એક્ટ મુજબ કાર્યવાહી કરી

એપ્રિલ 2021થી સ્કૂલ બંધ કરવા આદેશ

શહેરના પૂર્વ વિસ્તારમાં મહેદાવાદ રોડ પર હિરાપુરા ગામ નજીક આવેલી ડીપીએસ ઈસ્ટ સ્કૂલ કેમ્પસમાં નિત્યાનંદ આશ્રમને અપાયેલી જમીનના વિવાદમાં સ્કૂલની માન્યતા અગાઉ રદ કરાયા બાદ હાઈકોર્ટે ઓર્ડર રદ કર્યો હતો અને રાજ્ય સરકારને ન્યાયિક પ્રક્રિયા કરવા આદેશ કર્યો હતો.જેના અનુસંધાન રાજય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગે પ્રાયમરી એજ્યુકેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી રૃબરૃ સુનાવણી અને અન્ય વેરિફિકેશન બાદ અંતે પ્રાથમિકની માન્યતા રદ કરી દીધી છે. આ ઉપરાંત  ત્રણ વર્ષ સુધી માન્યતા વગર વર્ગો ચલાવવા  બદલ સ્કૂલને ૫૦ લાખ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

નિત્યાનંદ આશ્રમને નિયમ વિરૃદ્ધ સ્કૂલ કેમ્પસમાં જમીન આપવાના વિવાદ બાદ સીબીએસઈ દ્વારા અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તપાસ કરતા સ્કૂલ પાસે એનઓસી જ ન હોવાનું ધ્યાને આવ્યુ હતુ.સ્કૂલ મેનેજમેન્ટે જે તે સમયે સરકારની એનઓસી લીધા વગર જ  સ્કૂલ શરૃ કરી હતી અને ખોટુ એનઓસી તૈયાર કરી સીબીએઈસ રજૂ કરવા સહિતના વિવિધ મુદ્દે  પોલીસ ફરિયાદ પણ થઈ હતી.  જમીનના અપુરતા દસ્તાવેજો, બીયુ પરમિશન સર્ટિફિકેટ ન હોવા સહિતની અનેક ગેરરીતિઓને લઈને સીબીએઈસી દ્વારા ધો.૯થી૧૨માં એફિલિએશન કેન્સલ કરી માન્યતા રદ કરાયા બાદ ગુજરાત સરકારના પ્રાથણિક શિક્ષણ વિભાગે પણ આરટીઈ એક્ટ હેઠળ પ્રાથમિકની માન્યતા રદ કરી હતી. જેની સામે સ્કૂલ દ્વારા કરાયેલી પીટિશનના કેસમાં હાઈકોર્ટે માન્યતા રદનો ઓર્ડર રદ કર્યો હતો અને રાજ્ય સરકારને ન્યાયિક પ્રક્રિયા કરવા આદેશ કર્યો હતો.

આ અંગે પ્રાથણિક શિક્ષણ નિયામકના જણાવ્યા મુજબ હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આરટીઈ એક્ટ હેઠળ અને બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની થતી હતી.પરંતુ આઈરટીઈ એક્ટની કલમ ૧૩ મુજબ સ્કૂલે આરટીઈનું સર્ટિફિકેટ લેવુ પડે પરંતુ ડીપીએસ ઈસ્ટ સ્કૂલે લીધુ ન હતુ જેથી આરટીઈ એક્ટ હેઠળ કાર્યવાહીનો પ્રશ્ન રહેતો નથી.જ્યારે બોમ્બે પ્રાયમરી એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી કાર્યવાહી શરૃ કરતા ડીપીઓને અધિકૃત કર્યા હતા.ડીપીઓ દ્વારા સ્કૂલને શો કોઝ નોટિસ અપાઈ હતી અને સ્કૂલે બે વાર જવાબ માટે સમય માંગ્યો હતો.ત્યારબાદ રૃબરૃ સુનાવણી પણ થઈ હતી.સુનાવણીને અંતે ડીપીઓએ પ્રાથમિક શિક્ષણ નિયાકમને અહેવાલ સોંપ્યો હતો.જેમાં અનેક ગેરરીતિ હોવાનું નોંધાયુ હતું. સ્કૂલ પાસે જે તે સમયે બીયુ પરમિશન ન હતુ તેમજ સ્કૂલે આશ્રમના ૧૭ બાળકોને વાલીની પરમિશન વગર પ્રવેશ આપ્યા હતા અને એલસી તેમજ સ્કૂલ રજિસ્ટરમાં નિયમ વિરૃદ્ધ સુધારા વધારા કર્યા હતા.કોશન મનીને ડોનેશન તરીકે લીધા હતા.ઉપરાંત એનઓસી પણ ન હતી.વગેરે સહિતની ગેરરીતિને પગલે પ્રાથમિક શિક્ષણ વિભાગે ફાઈનલ શો કોઝ નોટિસ આપી હતી અને રૃબરૃ સુનાવણી હાથ ધરી ત્યારબાદ એક્ટ હેઠળ પ્રાથમિકના વર્ગો માટે માન્યતા રદ કરવામા આવી છે. વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમા રાખી સ્કૂલને એપ્રિલ ૨૦૨૧ સુધી ચાલુ રાખવા છુટ અપાઈ છે ત્યાર પછી માન્યતા વગર બંધ થશે.આ ઉપરાંત સ્કૂલે ૨૦૦૮થી૨૦૧૧ સુધી માન્યતા વગર વર્ગો ચલાવતા ૫૦ લાખ રૃપિયાનો દંડ પણ ફટકારવામા આવ્યો છે.જે બે મહિના સુધીમાં ભરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here