DND પાર કરી એક્સપ્રેસ વેના રસ્તે હાથરસ માટે નીકળ્યા રાહુલ-પ્રિયંકા, પીડિતાના પરિવાર સાથે કરશે મુલાકાત

0
141

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીને ન્યાય મળે તે માટે દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે. પીડિતાના મોત બાદ બળજબરીથી તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા, જેના પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકીય પક્ષોએ ઉત્તર પ્રદેશ સરકારને નિશાને લીધી છે. આ ઘમાસાણ વચ્ચે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હાથરસ જવા રવાના થયા છે.

1.29 PM: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જે ગાડીમાં જઈ રહ્યા છે માત્ર તે જ ગાડીને એક્સપ્રેસ વે પર જવા દેવામાં આવી છે. તેમની સાથે અન્ય કાર્યકર્તાઓનો પણ કાફલો હતો જેને આગળ જવા દેવામાં આવ્યો નથી.

12.59 PM: રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં એન્ટ્રી કરી ચુક્યા છે. અને હવે બંને એક જ કારમાં હાથરસ જવા રવાના થયા છે. બંને નેતાઓની સાથે કોંગ્રેસના હજારો કાર્યકરો હાજર છે.

હાથરસ પીડિતાના પરિવાર સાથે કરશે મુલાકાત

બંને નેતાઓ હાથરસ પહોંચશે અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરશે. દિલ્હી-નોઈડા સરહદ પર યુપી પોલીસની મોટી સંખ્યામાં તહેનાત હતી, પરંતુ રાહુલ-પ્રિયંકા તેને પાર કરીને આ માટે રવાના થયા. જો કે, જણાવી દઈએ કે હાથરસની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે અને કલમ 144 લગાવી દેવામાં આવી છે.

હાથરસ

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો કાફલો DND પહોંચી ગયો હતો. અહીં મોટી સંખ્યામાં પોલીસબળ તૈનાત હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓનું પણ મોટું ટોળું ઉમટી પડ્યું હતું. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂનું કહેવું છે કે તેમને કોઈ અનુમતીની જરૂરી નથી. તેઓ પીડિતા માટે અવાજ ઉઠાવવા જઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here