Diwali Special: ‘સુંવાળી’નું નામ સાંભળતા આવી જશે મોંમાં પાણી, બનાવો હવે ઘરે જ

0
128

દિવાળીને (Diwali)આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દિવાળી આવે એટલે જાતજાતના નાસ્તાતો બને જ એમા પણ મઠિયા અને સુંવાળી (Suvari) તો જાણે દિવાળીના બેસ્ટ નાસ્તામાંથી એક ગણવામાં આવે છે. તો આજે અમે તમારા માટે સુંવાળીની રેસીપી (Recipe )લઇને આવ્યા છીએ. જે સહેલાઇથી બની જાય છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે.

બનાવવાની રીત

એક વાસણમાં મેંદો સારી રીતે ચાળી લો. તેમાં ઘીનું મોણ ઉમેરી ભેળવી લો. એક કપ પાણીમાં ખાંડ નાખીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. તલને 10 મિનિટ પાણીમાં પલાળીને નિતારી લો. સહેજ કોરા કરીને પછી અધકચરા ખાંડી લો. તલ અને ખાંડનું પાણી નાખીને કડક લોટ બાંધી લો. એકસરખા લુઆ બનાવીને પાતળી પાતળી પૂરીઓ વણી લો. સહેજ વાર સુકાવા દઈને પછી ગરમ તેલમાં તળી લો. તૈયાર છે દિવાળી માટે સુંવાળી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here