DCvsKKR: રોમાંચક રહેલી મેચમાં દિલ્હીએ કલકત્તાને 18 રનથી હરાવ્યું

0
144

શારજાંહમાં રમાયેલી IPLની આજની મેચમાં દિલ્હી કેપિટલ્સે કોલકત્તા નાઈટ રાઈડર્સને 18 રનોથી હરાવી દીધું છે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ ધુંઆધાર બેટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટના નુંકસાન પર 228 રનનો પહાડ ખડકી દીધો. જેના જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કલકત્તાની ટીમ 20 ઓવરમાં 210 રનમાં જ ધ્વંસ થઈ ગઈ.

પૃથ્વી શૉની શાનદાર શરૂઆત અને બાદમાં શ્રેયસ અય્યરના 38 બોલમાં અણનમ 88 રનની કપ્તાની ઈનિંગે દિલ્હીને 228 રનના જંગી સ્કોર પર લાવીનું મુકી દીધું જે આ આઈપીએલનો સર્વાધિક સ્કોર છે. ઋષભ પંતે પણ 17 બોલમાં 38 રન બનાવ્યા. પાવરપ્લેનો પુરતો લાભ શૉએ ઉઠાવ્યો તેણે 41 બોલમાં 4 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 66 રન બનાવ્યા. જે બાદ અય્યરની ઈનિંગે રનનોનો પહાડ ખડકી દીધો.

દિલ્હીના 229 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કલકત્તાની ટીમની શરૂઆત ખરાબ રહી. બીજી જ ઓવરમાં સુનિલ નરેને એનરિકે આઉટ કરી દીધો. નરેન ત્રણ રન જ બનાવ્યા. જે બાદ શુભમન ગિલે નીતીશ રાણા સાથે મળીને 64 રનની ભાગીદારી કરી પરંતું તે લાંબી ચાલી નહી. શુભમન ગિલ 22 બોલમાં 28 રન જ બનાવી શક્યા.

જે બાદ આક્રમક દેખાય રહેલા રસેલ 8 બોલમાં 13 રન બનાવી શક્યા. 10 ઓવર બાદ કલકત્તનો સ્કોર 3 વિકેટ પર 94 રન હતો. અહીંથી કલકત્તાને જીત માટે 60 બોલમાં 135 રન કરવાના હતા. અંતિમ ઓવરમાં રાહુલ ત્રિપાઠી 16 બોલમાં 36 રન બનાવી આઉટ થયાં. છેલ્લા 4 બોલમાં 22 રનોની જરૂર હતી. પરંતુ કેકેઆર આ રન બનાવી શકી નહી જે બાદ દિલ્હીએ આ મેચ પોતાને નામ કરી લીધી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here