CAની પરીક્ષાઓ રાબેતા મુજબ લેવાશે વિદ્યાર્થીઓને આઈકાર્ડ પર જવા દેવાશેે

0
91

21 અને 22મીની પરીક્ષાઓ મોકુફ નહી થાય

ગુજરાત સહિત દેશમા હાલની સ્થિતિમાં પરીક્ષા નહી આપી શકનારા વિદ્યાર્થીઓ માટે ૨૧ જાન્યુ.થી ખાસ પરીક્ષા લેવાશે

આઈસીએઆઈ દ્વારા આવતીકાલે ૨૧મીથી સીએ ઈન્ટરમીડિએટ અને સીએ ફાઈનલની પરીક્ષાઓ શરૃ થનાર છે ત્યારે અમદાવાદમાં આજ રાતથી સોમવાર સવાર સુધી કર્ફ્યુ લાગુ કરી દેવાતા વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.જો કે આજે આઈસીએઆઈ દ્વારા રાજ્ય સરકાર સાથે પરીક્ષાઓને લઈને ચર્ચા કરવામા આવી હતી.જેમાં સરકારે સીએ સહિતની જે પણ પરીક્ષાઓ બે દિવસ દરમિયાન લેવાનાર છે તેમાં વિદ્યાર્થીઓને આઈકાર્ડ પર પરીક્ષા આપવા જવા દેવામા આવશે.

સીએ ફાઉન્ડેશન,ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષાઓ દર વર્ષે મે-જુન અને નવેમ્બર-ડિસેમ્બરમાં લેવામા આવે છે ત્યારે કોરોનાને પગલે મે-જુનની પરીક્ષાઓ ત્રણથીચાર વાર મોકુફ કરવી પડી છે અને અંતે મે-જુનની પરીક્ષાઓ નવે.-ડિસેમ્બરની પરીક્ષાઓ સાથે મર્જ કરીને આવતીકાલે ૨૧મીથી લેવાનાર છે.દેશભરમા ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.વિદ્યાર્થીઓની ગત નવે.-ડિસે.થી પરીક્ષા ન થઈ હોઈ આ પરીક્ષાઓ હવે આપવી ખબૂ જ જરૃરી છે ત્યારે અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા સરકારે ૨૦મી રાતથી ૨૩મી સવાર સુધી કર્ફ્યુ લાગુ કરી દેતા ફરી એકવાર પરીક્ષાઓ પર ગ્રહણ લાગ્યુ છે.અમદાવાદમાં ૧૯ જેટલા સેન્ટરમાં પરીક્ષા ગોઠવાઈ છે અને ઈન્ટરમીડિએટના ૨૫૦૦ જેટલા તેમજ ફાઈનલના ૩૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.કર્ફ્યુ વચ્ચે પરીક્ષાઓ પાછી ઠેલવી પડે તેવી સ્થિતિ હતી પરંતુ વિદ્યાર્થીઓને બે-બે વાર અલગ અલગ ગુ્રપની પરીક્ષા આપવા આવવુ પડે તે માટે મોટી મુશ્કેલીઓ ઉભી થાય તેમ હોવાથી ઈન્સ્ટિટયુટની રજૂઆતને પગલે સરકારે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવા દેવાની છુટ આપી છે.જે વિદ્યાર્થીઓ શનિવાર અને રવિવાર એમ દિવસ દરમિયાન જે પણ વિષયની પરીક્ષા આપવાના છે તેઓને આઈકાર્ડ પર જવા દેવાશે.આ ઉપરાંત સીએઆઈઆર, સહિતની જે પણ પરીક્ષાઓ છે તેના વિદ્યાર્થીઓને પણ કર્ફ્યુમાં રોકવામા નહી આવે.

આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અનિકેત તલાટીએ જણાવ્યું કે  પરીક્ષાઓ પાછી ઠેલવી પડે તેવી સ્થિતિ હતી પરંતુ વિદ્યાર્થીઓના હિતમાં અમે સરકાર સાથે ચર્ચા કરી નિર્ણય લીધો છે.જો કે હાલની સ્થિતિમાં કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે તો પણ તેણે ચિંતા કરવાની જરૃર નથી.આઈસીએઆઈ દ્વારા ખાસ ઓપ્ટ એન્ડ આઉટ સ્કીમ શરૃ કરાઈ છે.જે અંતર્ગત વિદ્યાર્થીઓ હાલ ૨૧ નવે.થી ૮ ડિસે.દરમિયાન લેવાનારી જે પણ પરીક્ષાઓ ન આપી શકે અથવા ન આપવા માંગે તો તેઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી ઓપ્શન સિલેકટ કરવાનો છે.આ વિદ્યાર્થીઓ માટે ખાસ કિસ્સામાં ૨૧મી જાન્યુઆરથી દેશભરમાં પરીક્ષા લેવાશે.આ માટે કોઈ અલગથી પણ લેવામા નહી આવે.વિદ્યાર્થીઓ હાલની સમગ્ર પરીક્ષા દરમિયાન પણ ઓપ્શન સીલેક્ટ કરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here