BSNL એ 20 વર્ષ પૂર્ણ થવા પર ગ્રાહકોને આપી મોટી ભેટ, પ્રીપેડ પ્લાન પર ફ્રીમાં મળશે આ સુવિધા

0
147

BSNL ના ગ્રાહકો માટે કંપનીએ નવા પ્રમોશનલ ઓફર હેઠળ બધા પ્રીપેડ પ્લાનમાં 25 ટકા વધુ ડેટા આપવાની જાહેરાત કરી છે. કંપનીની જાહેરાત પ્રમાણે હાજર અને સ્પેશિયલ ટેરિફ વાઉચર્સ (STV) સહિત નવા પ્લાનમાં વધારે ડેટા આપવામાં આવશે. આ ઓફરનો ફાયદો ગ્રાહક 31 ઓક્ટોબર સુધી લઈ શકે છે. ટેલિકોમ પ્રોવાઈડરે ‘Customer Delight Month’ સેલિબ્રેશન હેઠળ BSNL ના 20 વર્ષ પૂર્ણ થવાના અવસર પર 25 ટકા ડેટા ઓફર લોન્ચ કર્યો છે. જણાવી દઈએ કે, BSNL ની તમિલનાડુની વેબસાઈટ પર એક સર્કુલર જાહેર કરી આ ઓફરની જાણકારી આપવામાં આવી છે. તે સિવાય કંપનીના રાજસ્થાન, પંજાબ અને તેલંગણા ટ્વિટર એકાઉન્ટ પર પણ આ જાહેરાત કરી છે.

બેઝિક ડેટાથી પણ વધુ 25 ટકા ડેટા મળશે

BSNL એ પુષ્ટી કરી છે કે, 25 ટકા એક્ટ્સ્ટ્રા ડેટા બેનિફિટ પણ બધા સર્કિલમાં ઉપલબ્ધ હશે. આ ડેટા ઓફર હેઠળ બધા હાજર અને નવા પ્લાનમાં આ ફાયદો મળશે. જેમાં સ્પેશલ ટેરિફ લાઉચર્સ પણ સામેલ છે. તેનો મતલબ છે કે, યૂઝર્સ પ્લાનની સાથે મળનાર બેઝિક ડેટાથી વધુ 25 ટકા ડેટા મળશે. આ પ્રમોશનલ ઓફર 31 ઓક્ટોબર સુધી લાઈવ છે.

49 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન ચેન્ને સર્કિલ માટે

જણાવી દઈએ કે, BSNL ના ચેન્ને સર્કિલમાં 49 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો હતો. આ પ્લાનમાં 100 મિનિટ ફ્રી કોલિંગ પણ મળતી રહે છે. FUP લિમિટ ખતમ થયા બાદ યૂઝર્સને 45 પૈસા પ્રતિ મિનિટના હિસાબથી કોલિંગ માટે પૈસા આપવાના હોય છે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં 2GB ડેટા અને 100SMS પણ મફત મળે છે. ટેલિકોમ કંપનીએ જણાવ્યુ કે, BSNL નો આ પ્રીપેડ પ્લાન 29 નવેમ્બર સુધી એક્ટિવ રહેશે.

499 રૂપિયાવાળા Work@Home ની વેલિડિટીમાં વધારો

499 રૂપિયાના વર્ક @ હોમ પ્રમોશનલ બ્રોડબેન્ડ પ્લાન વિશે વાત કરીએ તો, તેની વેલિડિટી કંપનીએ અંદમાન અને નિકોબાર સર્કલ સિવાયના તમામ વર્તુળોમાં વધારી દેવામાં આવી છે. આ યોજનામાં યુઝર્સને 90 દિવસ માટે મફત ઇન્ટરનેટ મળે છે. Work@Home બ્રોડબેન્ડ પ્લાનમાં દરરોજ 10Mbps સુધી સ્પીડની સાથે 5GB ડેટા મળે છે. લિમિટ સમાપ્ત થઈ ગયા બાદ સ્પીડ ઘટીને 1Mbps રહી જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here