Amazon એ લોન્ચ કરી પેમેન્ટ સિસ્ટમ, હવે કાર્ડ વગર હાથ ફેરવતા જ થઈ જશે પેમેન્ટ

0
143

ઈ-કોમર્સની દિગ્ગજ કંપની Amazonએક ખાસ બાયોમેટ્રિક પેમેન્ટ સિસ્ટમને લોન્ચ કરી આખી દુનિયાને ચોંકાવી દીધા છે. કંપનીએ નવી બાયોમેટ્રિક પેમેન્ટ સિસ્ટમ Amazon વન લોન્ચ કર્યુ છે. આ બાયોમેટ્રિક પેમેન્ટ સિસ્ટમની એક ખાસ વાત એ છે કે, તમે માત્ર હાથ દેખડીને કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરી શકો છે. તેનાથી સરળતાથી કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકાય છે.

કાર્ડ વગર પણ થશે શોપિંગ

Amazonના ઉપાધ્યક્ષ દિલીપ કુમારે કહ્યુ છે કે, હવે તમારી શોપિંગ કાર્ડલેસ હશે એટલે કે, સામાન ખરીદત સમયે કોઈપણ પ્રકારના કાર્ડની સાથે રાખવાની જરૂરિયાત પડશે નહી. માત્ર હાથને સ્કેન કરી તમે શોપિંગ કરી શકશો. કંપની પોતાના આ નવા સિસ્ટમ માટે તે ગ્રાહકો પાસેથી ફીડબેક લઈ રહી છે. ત્યારબાદ સિએટલમાં Amazonના બે ફિજિકલ સ્ટોર્સ પર તેનું ટ્રાયલ કરવામાં આવશે.

ગેટ પાસનું કામ કરશે સ્કીમ

તે સિવાય કોઈ ગેટ પર આ ગેટની પાસેનું પણ કામ કરશે. અમેજોનના આ પેમેન્ટ સિસ્ટમથી ઓફિસ અને સ્ટેડિયમમાં એન્ટ્રીની રાહ પણ સરળ બનશે. જણાવી દઈએ કે, અમેજોનનો વપરાશ વૉશિંગ્ટનની પોતાના રિટેલ સ્ટોર્સમાં કરશે.

સ્માઈલ ટુ પે સિસ્ટમ લોન્ચ કરી ચૂકી છે

Amazon આ પહેલા ચીનમાં અલીપેએ સ્માઈલ ટુ પે સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમ હેઠળ આઈપેડની સાઈઝની એક ડિવાઈઝનો વપરાશ કરવામાં આવ્યો છે. જે થકી યૂઝર્સનો ચેહરો દર્શાવીને પેમેન્ટ કરી શકો છો. જોકે, આ પ્રકારના બાયોમેટ્રિક પેમેન્ટ સિસ્ટમની સાથે પ્રાઈવેસીને લઈને પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. એક્સપર્ટનું માનવુ છે કે, આ પ્રકારના સિસ્ટમથી હેકર્સનો રસ્તો સરળ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here