93 વર્ષ પહેલા અંગ્રેજોએ સંસદ ભવનનું નિર્માણ કર્યું હતું, મધ્યપ્રદેશના આ મંદિર આધારિત છે ડિઝાઈન

0
137

PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. સંસદની આ નવી ઈમારત જૂની ઈમારત કરતા ખૂબ મોટી હશે. આ નવી બિલ્ડિંગ આઝાદીના 75 વર્ષ પૂરા થતાં તૈયાર થઈ જશે ત્યારે આપણાં જૂના સંસદ ભવન વિશે કેટલીક રસપ્રદ બાબતો જાણવા જેવી છે.

આપણાં સંસદ ભવનનું નિર્માણ અંગ્રેજો દ્વારા 93 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું. એ સમયે તેના બાંધકામમાં 83 લાખ રૂપિયા ખર્ચનો કરવામાં આવ્યો હતા. એવું પણ કહેવામાં આવે છે કે અંગ્રેજોએ સંસદ ભવનની રચના મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના એક નાનકડા ગામમાં મીતાવલી-પડાવલીના ચૌસઠ યોગિની મંદિર આધારિત છે.

ઘણા રિપોર્ટ્સમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લ્યુટિયંસે આ મંદિરને આધાર બનાવી સંસદ ભવનનું નિર્માણ કર્યું હતું. જો કે આ વિશે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતું આ મંદિર સંસદ ભવનની અંદર અને બહાર જેવું લાગે છે.

સંસદ ભવન અને ચોસઠ યોગીની મંદિર વચ્ચે ઘણી સામ્યતાઓ છે. ચોસઠ યોગીની મંદિર 101 સ્તંભો પર બનેલું છે જ્યારે સંસદ ભવન 144 સ્તંભ પર ટકેલું છે. બંનેનો આકાર ગોળ છે. ચોસઠ યોગીની મંદિરમાં 64 ઓરડા છે. સંસદ ભવનમાં 340 ઓરડા છે. આ મંદિરની વચ્ચે એક વિશાળ ઓરડો છે જેમાં શિવજીનું મંદિર છે જ્યારે સંસદ ભવનની વચ્ચે પણ એક મોટો હોલ છે.

અંગ્રેજોએ સંસદ ભવનના નિર્માણ માટે તત્કાલિન જાણીતા બ્રિટીશ આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન્સને બોલાવ્યા હતા. તેમણે વર્ષ 1912-13માં સંસદની ડિઝાઈન તૈયાર કરી હતી અને વર્ષ 1921 અને 1927ની વચ્ચે તેનું નિર્માણ થયું હતું. સંસદનું ઉદ્ઘાટન ભારતના તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિને કર્યું હતું. અંગ્રેજોએ સંસદ ભવનનું નિર્માણ દિલ્હીમાં પોતાની નવી વહીવટી રાજધાની બનાવવા માટે કર્યું હતું અને આઝાદી બાદ આ ઈમારત ભારતનું સંસદ ભવન બની.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here