90 વર્ષના વૃદ્ધા ફાઈઝરની વેક્સિન લેનાર વિશ્વની પ્રથમ વ્યક્તિ બન્યા, બ્રિટનમાં અત્યાર સુધીમાં 17.37 લાખ કેસ

0
53

કોરોના મહામારી વચ્ચે બ્રિટને વેક્સિનેશ આપવાની શરૂઆત કરી દીધી છે. 90 વર્ષના વૃદ્ધા ફાઈઝર કોવિડ-19 વેક્સિન લેનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બની ગયા છે. માર્ગરેટ કીનાન નામના આ મહિલાને સેન્ટ્રલ ઈંગ્લેન્ડના કોન્વેન્ટ્રીની સ્થાનિક હોસ્પિટલમાં આ ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સિન લીધા પછી તેમણે જણાવ્યું હતું કે વેક્સિનેશનમાં પ્રથમ વ્યક્તિ હોવાનું મને ગૌરવ છે.

માર્ગરેટ કીનાન આવતા સપ્તાહમાં 91 વર્ષમાં પ્રવેશ કરશે. તેમને વેક્સિન અપાયા બાદ મેડિકલ સ્ટાફે તાળીઓ પાડી તેમનું અભિવાદન કર્યું હતું.

બ્રિટનમાં અત્યાર સુધીમાં 17 લાખ 37 હજાર 960 કેસ નોંધાયા છે અને 61 હજાર 434 લોકોના મોત થયા છે.

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 6 કરોડ 80 લાખ કેસ નોંધાયા છે અને 15 લાખ 51 હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. 4 કરોડ 70 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

કોરોના પ્રભાવિત ટોપ10 દેશો

દેશસંક્રમિતમોતસાજા થયા
અમેરિકા1,53,69,0462,90,44389,82,246
ભારત97,03,9081,40,99491,77,645
બ્રાઝીલ66,28,0651,77,38858,01,067
રશિયા24,88,91243,59719,56,588
ફ્રાન્સ22,95,90855,5211,70,285
ઈટાલી17,42,55760,6069,33,132
બ્રિટન17,37,96061,434ઉપલબ્ધ નથી
સ્પેન17,15,70046,646ઉપલબ્ધ નથી
આર્જેન્ટીના14,66,30939,88813,00,696
કોલંબીયા13,77,10037,99512,67,595

(આંકડા www.worldometers.info/coronavirus મુજબ છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here