85 વર્ષના ધર્મેન્દ્રે કહ્યું- ‘દેશમાં અફરા તફરી, જન્મદિવસ કઈ રીતે મનાવું’, ખેડૂતોની વાત સાંભળવાની અપીલ

0
46

કૃષિ નિયમ પર ખેડૂતોના આંદોલનને લઈને ધર્મેન્દ્રે તેમનો મત રજૂ કર્યો છે. એક તરફ જ્યાં તેમના દીકરા અને બીજેપી સાંસદ સની દેઓલે તેના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે મુદ્દો સરકાર અને ખેડૂતો વચ્ચેનો છે, કોઈ અન્યે આમાં દખલ દેવાની જરૂર નથી. જ્યારે પિતા ધર્મેન્દ્રે આગ્રહ કર્યો કે એક વખત ખેડૂતોની વાત સાંભળી લેવી જોઈએ.

‘દેશભરમાં અફરા- તફરી, કઈ રીતે જન્મદિવસ મનાવું’
પોતાના 85મા જન્મદિવસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં ધર્મેન્દ્રે કહ્યું, ‘લોકો કોરોના વાઇરસને ભૂલી ગયા છે. દેશભરમાં અફરા- તફરી ફેલાઈ છે. હું જન્મદિવસ કઈ રીતે સેલિબ્રેટ કરું? આપણે બધા ભારત માતાના બાળકો છીએ. માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી. કોઈની સારપ, મજબૂરી કે માણસાઈનો ફાયદો ન ઉઠાવો. ખેડૂત શું બોલવા ઈચ્છે છે, તેમની વાત એકવાર સાંભળી લો. તે આટલી ઠંડીમાં રસ્તા પર બેઠા છે. એક પરસ્પર વાતચીતથી ઉપાય મળી શકે છે.’

સોશિયલ મીડિયાને ઝેરી જગ્યા કહી
અગાઉ ધર્મેન્દ્રે ખેડૂત આંદોલનને લઈને એક સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી, જે ત્યારબાદ તેમને ડીલીટ કરવી પડી. તેની સ્પષ્ટતા કરતા તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘મારો હેતુ માત્ર એ બોલવાનો હતો કે ખેડૂતોની વાત સાંભળી લો. હું હંમેશાં પોઝિટિવ વાત કરું છું, પરંતુ લોકો તેનો અલગ જ અર્થ લે છે. ટ્વિટર પર ભડાસ કાઢે છે. હું હવે તેનાથી અંતર રાખીશ કારણકે આ ઘણી ઝેરી જગ્યા થઇ ગઈ છે. લોકો દિલ તોડી દે છે.’

ધર્મેન્દ્રે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું, ‘સરકારને પ્રાર્થના છે કે ખેડૂત ભાઈઓની પ્રોબ્લેમ્સનો કોઈ ઉપાય જલ્દી શોધે. કોરોનાના કેસ દિલ્હીમાં વધતા જઈ રહ્યા છે. આ દુઃખદાયક છે.’

સની દેઓલનું આખું સ્ટેટમેન્ટ શું હતું?
ગુરદાસપુરના બીજેપી સાંસદ અને એક્ટર સની દેઓલે રવિવારે સોશિયલ મીડિયા પર સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, સરકાર હંમેશાં ખેડૂતો વિશે વિચારે છે અને પાર્ટી ખેડૂતો સાથે છે. કેન્દ્રએ હંમેશાંથી ખેડૂતોનું ભલું વિચાર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here