70 વર્ષ બાદ અધિકમાસની પૂનમે શુભ સંયોગ, આ 7 રાશિના લોકોને થશે અઢળક લાભ

0
151


હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે અધિકામાસની પૂર્ણિમાની તારીખ 01 ઓક્ટોબર, 2020 છે, આજે ગુરૂવાર છે.આ વખતે અધિકમાસની પૂનમે નીકળનારો ચાંદો ગત 70 વર્ષના ઇતિહાસમાં સૌથી ચમકીલો ચાંદો રહેશે. આજે એટલે કે પૂનમના દિવસેચંદ્ર 180 ડિગ્રી રહેશે અને પૂનમની રાતે ચંદ્રમાથી નીકળનારા કિરણો પોઝિટિવ હશે. તથા મલમાસની પૂનમની રાતે ચંદ્રમાના દર્શન કરવાથી લાભ મળે છે. અધિકમાસની પૂનમે ચંદ્રના દર્શન કરવાથી વ્યક્તિના બગડેલા કામ સારા થાય છે. જ્યોતિષ અનુસાર અધિકમાસની પૂનમે શુભ સંયોગ બની રહ્યો છે. જેનો લાભ ઘણી રાશિના જાતકોને થશે. તો આવો જાણીએ અધિકમાસની પૂનમે કઇ રાશિના જાતકોને લાભ થશે.

મેષ: મેષ રાશિના લોકોને ધંધા, નોકરી વગેરેમાં લાભ મળી રહે છે. મેષ રાશિના લોકો બગડેલા કામ સારા થાય તેવી સંભાવના છે. આ લોકોને જમીન વગેરેથી ફાયદો થવાની સંભાવના છે.

મિથુન: મિથુન રાશિના ધંધામાં બઢતીની સંભાવના છે. અધૂરા કાર્યો પૂરા થશે. નોકરીમાં પ્રગતિ થઈ શકે છે. સંપત્તિ એ સ્થાવર મિલકતમાંથી મળતા લાભના યોગ છે. માતાને તેનો લાભ મળી શકે છે.

કન્યા: કન્યા રાશિના જાતકોમાં વેપારમાં લાભ થવાના યોગ છે. કન્યા રાશિના લોકો તેમના ઘરના વડીલો પાસેથી સંપત્તિનો લાભ થવાના પણ યોગ છે. નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થઇ શકે છે.

ધન : પૂર્ણ ચંદ્રની રાત્રે ચંદ્રના દર્શન કરવાથી ધન રાશિના લોકોનો મોટો ફાયદો થવાની અપેક્ષા છે. ધન રાશિના લોકોના બગડેલા કામ સારા થઇ જશે.

તુલા રાશિ: તુલા રાશિના લોકોની સંપત્તિમાં વધારો થશે. બધા કાર્યો પૂરા થશે. વેપાર-નોકરીથી તમને લાભ મળશે. જમીન વગેરેથી લાભ થશે. અચાનક ધન લાભ થશે. અધિકમાસની પૂર્ણિમાના દિવસે સ્નાન, ધ્યાન અને દાન કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળશે.

મકર: મકર રાશિના જાતકો પર ભગવાન શ્રીસત્યનારાયણની કૃપાથી અચાનક લાભ થશે. પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ વ્રત-કથાનો પાઠ કરવાથી તેઓને ઘણો લાભ મળી શકે છે.

કુંભ: કુંભ રાશિના લોકોને તેમની નોકરીથી વિશેષ લાભ મળે તેવી સંભાવના છે. તમને પરિવારના વડીલો દ્વારા આશીર્વાદ મળશે. તમારા બધા કાર્યો સિદ્ધ થશે. તમારા પૈસાથી સંબંધિત કોઈપણ કાર્ય અચાનક થઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here