-51 ડિગ્રી સે.તાપમાન સાથે આ છે દુનિયાની સૌથી ઠંડી સ્કુલ, Photos જોઇને પણ થરથર કાંપી જશો

  0
  41

  સાઇબિરીયા એ વિશ્વની સૌથી ઠંડી જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે અને આ વિસ્તારમાં જ વિશ્વની સૌથી ઠંડી શાળા પણ છે જ્યાં તાપમાન ઘણીવાર -50 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે. આટલી ઠંડી હોવા છતાં, નાના બાળકો આ શાળામાં ભણવા માટે પહોંચે છે, અને આ શાળા 11 વર્ષ કે તેથી ઓછા વયના વિદ્યાર્થીઓ માટે ત્યારે જ બંધ થાય છે જ્યારે તાપમાન -52 ડિગ્રી અથવા તેનાથી નીચે ચાલ્યુ જાય છે. આ શાળા ઓમિયાકોન શહેરમાં આવેલી છે અને અહીં કેટલીક ખૂબ જ મૂળ સુવિધાઓ જેમ કે પોસ્ટ ઓફીસ અને બેંક આવેલા છે. આ ખૂબ જ દુર્ગમ અને પડકારજનક જગ્યાએ પણ કોરોના વાયરસનું જોખમ છે જેના કારણે શાળાએ આવતા બાળકો સાથે વાલીઓ તેમજ કર્મચારીઓએ શાળામાં પ્રવેશતા પહેલા તાપમાન તપાસવું પડે છે.

  આ શાળા વર્ષ 1932માં સ્ટાલિનના સમયમાં બનાવવામાં આવી હતી. આ શાળામાં, ખારા તુમુલ અને બેરેગ યુર્ડે ગામના બાળકો ભણવા આવે છે જેઓની સાથે ક્યારેક તેમના માતાપિતા તો ક્યારેક તેમના કુતરાઓ હોય છે. નોંધનીય છે કે -50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને હાઇપોથર્મિયાનું જોખમ ઘણું વધી જાય છે. હાયપોથર્મિયા એ એક મેડિકલ ઇમરજન્સી છે જેમાં શરીરનું તાપમાન ખૂબ જ ઝડપથી ઘટવાનું શરૂ થાય છે, જેનાથી હાઈ બ્લડપ્રેશર, ધબકારા વધી જવા, ગભરાટ થાય અને કેટલાક કિસ્સાઓમાં મૃત્યુ પણ થઇ શકે છે.

  આટલા નીચા તાપમાને, ડોકટરો લાંબા કે ઉંડા શ્વાસ લેવાની મનાઇ કરે છે કારણ કે આ તાપમાનમાં ફક્ત શ્વાસ લેવાનું દુ:ખદાયક હોઈ શકે છે અને ફેફસાંમાં ખૂબ ઠંડી હવા ભરાઇ જવાનું જોખમ રહેલું છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી સાબીત થઇ શકે છે. માટે જ આ વિસ્તારમાં ફક્ત અભ્યાસ જ નહીં, પરંતુ સામાન્ય જીવન પણ ખૂબ જ પડકારજનક છે. (Photo Courtesy : ગેટી ઇમેજ)

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here