3 દિવસમાં 200 કિલોમીટર ચાલીને હાથરસ પહોંચી, માનવ તસ્કરીમાં સંડોવાયેલા હેવાનોથી બચીને ભાગી

0
126

દિલ્હીમાં માનવ તસ્કરી કરતા માફિયાઓના હાથમાંથી છટકીને સતત ત્રણ દિવસ પગે ચાલીને 17 વર્ષની એક સગીરા હાથરસ પહોંચી હતી. શનિવારે આ સગીરાને હાથરસ બસ સ્ટેન્ડ પર અધમૂવા જેવી સ્થિતિમાં જોઇને લોકોએ પોલીસને જાણ કરી હતી.

મૂળ મધ્ય પ્રદેશના મંડલા જિલ્લાના તોગલ ગામની રહેવાસી એવી આ યુવતી પાટનગર નવી દિલ્હીમાં હ્યુમન ટ્રાફિકિંગ (માનવોની  ગેરકાયદે હેરફેર) કરતી ટોળીના હાથમાં ફસાઇ જવાની તૈયારીમાં હતી. એ ગમે તે રીતે ત્યાંથી છટકી હતી અને હાથરસ પહોંચી હતી. 

હાથરસ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ શાખાના એસપી વિનિત જાયસ્વાલે મિડિયાને આપેલી માહિતી મુજબ આ યુવતીને એના ગામની બીજી દસ બાર યુવતી સાથે પરિવારના વડીલોની સંમતિથી એક માણસ દિલ્હી લઇ જઇ રહ્યો હતો. એણે આ છોકરીઓને એવી લાલચ આપી હતી કે દિલ્હીમાં તમને સીવણ-ભરતગૂંથણનું કામ અપાવીશ.

પરંતુ ત્યારબાદ એક સ્થળે ઓરડામાં ભૂખ્યા તરસ્યા પૂરી રાખ્યા હતા. એ દરમિયાન, આ યુવતીઓને શંકા પડતાં લાગ જોઇને નાસી છૂટી હતી. આ યુવતી નાસીને હાથરસ ગઇ હતી. ત્યાં એના સદ્ભાગ્યે પોલીસે એને સમયસર બચાવી લીઘી હતી. દિલ્હીની ભૂગોળથી અપરિચિત હોવાના કારણે એ પોલીસને યુવતીઓને પૂરી રાખનારો વિસ્તાર દેખાડી શકી નહોતી. છોકરી ખૂબ ભૂખી તરસી હતી. પોલીસે એને ખવડાવ્યું હતું. 

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ શાખા આ ઘટનાની તપાસ કરી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here