26/11 જેવો હુમલો કરવાની તૈયારીમાં હતા આતંકવાદી, PM મોદીએ શાહ-ડોભાલ સાથે કરી મીટિંગ

0
41

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (Ajit Doval), વિદેશ સચિવ અને શીર્ષ ખુફિયા ઑફિસરો (Intelligence Officers)ની સાથે નગરોટા એન્કાઉન્ટર પર સમીક્ષા બેઠક કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારનું એ માનવું છે કે આતંકવાદી 26/11ની વર્ષગાંઠ પર એક આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુરૂવારની સવારે થયેલી અથડામણમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. વડપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગૃહમંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, વિદેશ સચિવ અને શીર્ષ ખુફિયા અધિકારીઓ સાથે નગરોટા એન્કાઉન્ટર પર સમીક્ષા બેઠક કરી.

સેનાના જવાનોએ ટ્રકને ઉડાવી દીધી

સરકારી સૂત્રો પ્રમાણે આ આતંકવાદીઓ 26/11 હુમલાની વર્ષગાંઠ પર એક આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં હતા. ઉલ્લેખનીય છે કે જમ્મુના નગરોટામાં બન ટોલ પ્લાઝા પર ચેકિંગ દરમિયાન સુરક્ષાદળોએ 4 આતંકવાદીઓને એન-44 પર ઠાર કર્યા હતા. આતંકવાદી એક ટ્રકમાં છૂપાઈને આવી રહ્યા હતા અને ચેકિંગ માટે રોકવા પર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં જવાનોએ ટ્રકને વિસ્ફોટથી ઉડાવી દીધું, ત્યારબાદ આતંકવાદીઓ નજીકના જંગલ તરફ ભાગવા લાગ્યા.

3 કલાક સુધી ચાલ્યું હતુ ઑપરેશન

3 કલાક સુધી ચાલેલા ઑપરેશનમાં તમામ આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા. જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી વિજય કુમારે જણાવ્યું કે, ખુફિયા ઇનપુટ પર ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતુ. એક ટ્રકની તપાસ શરૂ કરવા પર ફાયરિંગ શરૂ થઈ ગઈ. આ એન્કાઉન્ટર 3 કલાક સુધી ચાલ્યું. ઑપરેશનને પોલીસ, સીઆરપીએફ અને આર્મીની યૂનિટે અંજામ આપ્યો. આ ચારેય આતંકવાદીઓનો સંબંધ જૈશ-એ-મોહમ્મદ સાથે છે.

સેના પ્રમુખની આતંકવાદીઓ અને પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી

સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેએ જણાવ્યું હતુ કે, સુરક્ષા દળો તરફથી આ એક અત્યંત સફળ ઑપરેશન રહ્યું. આ જમીની સ્તર પર તમામ સુરક્ષા દળો વચ્ચે ઉચ્ચ સ્તરનો તાલમેલ દર્શાવે છે. તેમણે કહ્યું કે, દુશ્મનો અને આતંકવાદીઓ માટે સ્પષ્ટ સંદેશ છે કે જે પણ આપણી તરફ ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરશે, તેને આ જ રીતે કાર્યવાહી કરવામાં આવશે અને તેઓ પાછા નહીં જઇ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here